37 C
Ahmedabad
Sunday, May 5, 2024

મોંઘવારી પર ધ્યાન આપવાને બદલે હાર્દિક પટેલના ટ્વીટર પર ધ્યાન રાખે છે, કોંગ્રેસના ભાજપ પર ચાબખાં, સાંભળો શું કહ્યું


હાર્દિક પટેલના ટ્વીટર પરથી કોંગ્રેસ શબ્દ હટાવી દેવાને લઇને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે, તેમણે કહ્યું કે, તેમણે પ્રોફાઈલમાંથી કોંગ્રેસનું નામ હટાવ્યું છે, પણ પ્રોફાઈલ ફોટો પંજા સાથે છે. ટ્વીટર અકાઉન્ટ દરેક નું વ્યક્તિગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય છે જ્યાં પોતાની પ્રોફાઈલ પર કેટલું લખવું અને કેટલું ન લખવું તે દરેકની વ્યક્તિગત બાબત છે. તેમણે ભલે નામ હટાવ્યું હોય પણ પેજ પ્રોફાઈલમાં પંજાના નિશાનને રાખ્યું છે.તેમણે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસના નેતાએ તેમની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી પિક્ચર હટાવ્યાનું ધ્યાન રાખવા કરતા મોંઘવારી પર ધ્યાન આપવું જોઇએ. તેમણે કટાક્ષ કરતા એમ પણ જણાવ્યું કે, રાજ્યમાં મોંઘવારી કેમ કરીને ઘટે, પેટ્રોલ-ડિઝલ ના ભાવ વધારા સામે જનતાને કેવી રીતે રાહત થાય, ગેસના ભાવ કેમ ઘટે, આ મુદ્દાઓને લઇને ચર્ચાઓ કરવી જોઇએ.

Advertisement

ભારતીય જનતા પાર્ટી તમામ મોરચે નિષ્ફળ સાબિત થઇ છે, જેને લઇને કોંગ્રેસ પાર્ટી શું કરે છે, તેના પર વધારે રસ દાખવતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

Advertisement

અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે ટ્વીટર હેન્ડલ પરથી કોંગ્રેસ શબ્દ હટાવી દેતા રાજકારણ ગરમાયું હતું જેને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનિષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!