33 C
Ahmedabad
Saturday, May 18, 2024

હાર્દિક પટેલે ટ્વિટર પરથી કોંગ્રેસ શબ્દ હટાવતા રાજકારણમાં ગરમાવો


વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે રાજકીય સ્ટંટો અને દેખાવો શરૂ થઈ ગયા છે, અને તેમાં પણ હાર્દિક પટેલ તો છેલ્લા એક મહિનાથી કોંગ્રેસથી નારાજ હોવાનો સ્ટંટ મીડિયા સામે કરી રહ્યા છે, તેવામાં પહેલા તેના પિતાની પુણ્યતિથી પર કોંગ્રેસના નેતાઓની સાથે ભાજપના નેતાઓને પણ આમંત્રણ આપ્યું હતું તેમાં ભાજપના નેતાઓ સાણી રીતે કાર્યક્રમથી દૂરી બનાવી રાખી હતી. જે બાદ બીજી તરફ આજે હાર્દિક પટેલે ટ્વીટર એકાઉન્ટ પરથી કોંગ્રેસ શબ્દનો ઉલ્લેખ હટાવી દીધો છે. હાર્દિક પટેલના કોંગ્રેસ શબ્દ હટાવી દેવાથી હવે સ્પષ્ટ લાગી રહ્યું છે કે, હજુ પણ હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યો હોય.

Advertisement

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક ઉથલ-પાથલો જોવા મળે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એક તરફ જિગ્નેશ મેવાણીની જેલમુક્તિને લઇને કોંગ્રેસ પાર્ટી દ્વારા આવકારવાના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ હાર્દિક પટેલની નારાજગીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!