31 C
Ahmedabad
Sunday, May 19, 2024

સાબરકાંઠા : સેરેબલ પાલ્સી થી પીડાતા કાવ્ય રાવલની મદદ માટે બ્રહ્મસમાજની બેઠક યોજાઇ


બુધવારના રોજ હિંમતનગરના મહેતાપુરા અને બ્રહ્માણી નગરમાં રહેતા બ્રહ્મ સમાજના સભ્યો ને રામજી મંદિરના હોલ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સભામાં આશરે 120 થી વધારે બ્રાહ્મણ યુવા સદસ્યોએ સેરેબલ પાલ્સી થી પીડાતા બાળક ને અનેક પ્રકારે મદદ કરવાનો નિર્ધાર કર્યો હતો તેમજ લોક ફાળો ઉઘરાવીને કઈ રીતે આર્થિક મદદ કરી શકાય તેની ચર્ચા વિચારણા કરી હતી.

Advertisement

હિંમતનગરમાં બે અઠવાડિયાથી કાવ્ય રાવલ નામના સેરેબલ પાલ્સી થી પીડાતા બાળક માટે વીર પ્રતાપ ફાઉન્ડેશન લોક ફાળો એકત્રિત કરીને તેનો ઉપચાર કરવા આર્થિક મદદ આગળ ધપાવવા વહારે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સેરેબલ પાલ્સી એક મગજના રોગ છે તેમજ આ રોગના દર્દીને ખૂબ જ ગહન અને મોંઘી સારવારની જરૂર પડે છે. લાંબી સારવાર પરિણામે ખર્ચો પણ વધારે આવે છે . હિંમતનગરમાં જલારામ મંદિર પાસે રહેતા જતીનભાઈ રાવલના બાળક કાવ્ય રાવલને સેરેબલ પાલ્સીની બીમારી થોડાક વર્ષોથી છે જેના પરિણામે તેઓ સારવારનો ખર્ચ પહોંચી વળતા નહોતા. આ માટે તેમને કોઈએ ફાળો ઉઘરાવતા ફાઉન્ડેશનનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું. બુધવારના બોલાવેલી એક બ્રહ્મસમાજની મિટિંગમાં ૧૨૦ જેટલા બ્રાહ્મણ સભ્યોએ ભાગ લીધો હતો અને કાવ્ય રાવલ ને મદદ કરવા યથાશક્તિ ફાળો ઊઘરાવવાની બાંહેધરી આપી હતી. ફાઉન્ડેશનના અધ્યક્ષ- ભૃગુવેદ્રસિંહએ ઉપસ્થિત બ્રાહ્મણોને લોક ફાળો ઉઘરાવવા અંગે જરૂરી સૂચનો કર્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં રાવલ ના પિતાજી પણ હાજર રહ્યા હતા અને તેમને બાકી રહેલા ફાળા અંગે બનતી બધી મદદ કરવાનો નિર્ધાર બ્રહ્મ સમાજના સભ્યોએ વ્યક્ત કર્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!