38 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી :LCBએ મેઘરજ જલારામ હોસ્પિટલ પાછળ ખુલ્લી જગ્યામાં જૂગાર રમતા 3 શકુનિને દબોચ્યા, 3 ફરાર


અરવલ્લી જીલ્લાના મેઘરજમાં વરલી-મટકા,જુગાર અને સટ્ટાના દુષણના ખપ્પરમાં અનેક પરિવારો બરબાદ થઈ ચુક્યા છે મેઘરજ નગરમાં જુગારીઓ જગ્યા મળે ત્યાં હારજીતની બાજી માંડી જુગાર રમતા શકુનિઓ અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે અરવલ્લી એલસીબી પોલીસે મેઘરજની જલારામ હોસ્પિટલ પાછળ ખુલ્લામાં જુગાર રમતા શકુનિઓ પર ત્રાટકતા ત્રણ જુગારીઓને 7 હજારથી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા ત્રણ જુગારીઓ પોલીસને થાપ આપવામાં સફળ રહ્યા હતા મેઘરજની જલારામ હોસ્પિટલ પાછળ ખુલ્લેઆમ જુગારધામ પર એલસીબી પોલીસ ત્રાટકતા મેઘરજ પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે.

Advertisement

અરવલ્લી એલસીબી પીઆઇ સી.પી.વાઘેલા અને તેમની ટીમે બાતમીના આધારે મેઘરજની જલારામ હોસ્પિટલ પાછળ જાહેર સ્થળ પર જુગાર રમતા ત્રણ શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂ.5160/- સહીત 7 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા એલસીબી પોલીસે 6 શકુનિઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

ઝડપાયેલ જુગારીઓના નામ

Advertisement
  1. મુસ્તુફાભાઈ અહેમદભાઈ ચડી
  2. અજીજખા સાહેબજખાન ધોરી
  3. રમીજ મોહમ્મદભાઈ બંગા

ફરાર જુગારીઓના નામ

Advertisement
  1. રઝાક ઇસ્માઇલભાઈ ઉર્ફે તલાટી પટેલ
  2. સાલ્લાઉદ્દીન મુસાભાઇ ઉર્ફે અફઝલ બાકરોલીયા (તમામ રહે,મેઘરજ)
  3. દલપત બાપુ (રહે,બેડજ-મેઘરજ)

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!