42 C
Ahmedabad
Saturday, May 18, 2024

સરકાર સામે અનામતનો મોરચો માંડનાર હાર્દિક પટેલનો શું બીજેપીમાં જોડાવવાનો તખ્તો થયો છે તૈયાર


હાર્દિક પટેલની વાણીમાં ભલે અત્યારે કોંગ્રેસનું નામ આવી રહ્યું હોય પરંતુ હાર્દિકનો બીજેપીમાં જોડાવવાને લઈને તખ્તો તૈયાર થઈ ગયો હોય તેવા સંકેત મળી રહ્યા છે. ચૂંટણી પહેલા જ હાર્દિક પટેલ કેસરીયો ધારણ કરે તેવા સંકેતો ખુદ હાર્દિક પટેલ આપી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસને ગમે ત્યારે ટાટા બાય બાય હાર્દિક પટેલ કહી શકે છે. કેમ કે, જે રીતે હાર્દિક પટેલના અમુક નિવેદનોથી નારાજ ચાલી રહેલા નેતાઓ ખુદ હાર્દિક પટેલ પ્રત્યે સહાનુભૂતી દાખવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે, અગાઉ હાર્દિક વિરોધીના સૂર હાર્દિકનું સમર્થન કરી રહ્યા છે. પ્રભારીએ પણ અગાઉ હાર્દિક વિરુદ્ધ બોલતા હાર્દિકના વખાણ કર્યા છે. હાર્દિક પટેલને કોંગ્રેસમાં જ રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. આ સલાહ ખુજ રાહુલ ગાંધીએ આપી છે.

Advertisement

પરંતુ બીજી તરફ હાર્દિક પટેલને ભાજપમાં જોડાવવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમુક મુદ્દે કેટલાક કિસ્સાઓમાં ગૂંચવણ પડી રહી હોય તેમ લાગી રહ્યું છે. આ ગૂંચવણ આગામી સમયમાં 15થી 16 તારીખની વચ્ચે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ ઉકેલે તેવી શક્યતાઓ છે. હાર્દિક પટેલે ગત ચૂંટણી પહેલા અનામતનું આંદોલન છેડ્યું હતું ત્યારે બીજેપીને મોટી ખામીયાબો ભોગવવાનો વારો આવ્યો હતો ત્યારે હવે હાર્દિક ગમે ત્યારે કેસરીયા રંગમાં રંગાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!