33 C
Ahmedabad
Sunday, May 5, 2024

મેઘરજની વૈડી પ્રા.શાળાના અટકેલ લાભો આપવાના બદલે શિક્ષકને શિસ્ત ભંગ બદલ નોટીસ..!!


અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વૈડી પ્રા.શાળાના શિક્ષકને છેલ્લા આઠ વર્ષથી અટકેલ ઈજાફા અને લાભો આપવામાં શિક્ષણ વિભાગ નિષ્ફળ રહેતા શિક્ષક પોતાના અટકેલ ઈજાફા અને લાભો મેળવવા તાલુકાની અને જીલ્લાની કચેરીએ વારંવાર પુરાવા સાથે લેખિત રજુઆતો કરી હોવા છતા લાભો ન મળતા લાભ મેળવવા લેખિત રજુઆત કરતા શિક્ષકને શિસ્તભંગની નોટીસ આપી લાભ આપવાના બદલે શિક્ષકને દબાવવાનો પ્રયાસ કરતા શિક્ષક આલમમાં ભારે રોષ ફેલાયો છે.

Advertisement

વૈડી પ્રા.શાળાના ઉ.શિક્ષક સિધ્ધરાજ રામસિંહ ખોખરીયાને વર્ષ 2022 માં અગમ્યકારણોસર કપાત પગારી રજાની જરુર પડતા રજા મંજુરી માટે આચાર્યને રજા રીપોર્ટ આપ્યો હતો જે રીપોર્ટ આચાર્ય ધ્વારા તાલુકા કેળવણી નિરક્ષકને મોકલવામાં આવ્યૌ હતો જે રીપોર્ટના આધારે તા.કે.નિરક્ષકની વધુ દિવસની રજા મંજુર કરવાની સત્તા ન હોવા છતા દિન-૨૪૬ દિવસની રજા મંજુર કરી દેતા તંત્રના વાંકે શિક્ષકના ઈજાફા,ઉતચ્ચતર પગાર અને અન્ય આર્થિક લાભો મળવાના બંધ થઈ જતા શિક્ષકે અટકેલ ઇજાફા અને લાભો મેળવવા માટે પુરાવા સહીત વારંવાર વીસેક વખત લેખિત અને વારંવાર મૌખીક રજુઆતો કરવા છતા લાભો ન મળતા તેમજ રજુઆતોનો કોઈ પ્રત્યુતર ન મળતા અંતે શિક્ષકે ન્યાય મેળવવા માટે કોર્ટનો સહારો લઈ વકીલ મારફતે તા.શિક્ષણાધિકારીને નોટીસ આપી જવાબ રજુ કરવા જણાવાયુ હતુ જે નોટીસના પ્રત્યુતરમાં શીક્ષકને નોટીસના જવાબ તાલુકા કેળવણી નિરિક્ષકે શરત ચુકથી રજા મંજુર કરી હોવાનુ જણાવ્યુ છે તેમજ એક શિસ્ત ભંગની નોટીસ આપી શિક્ષક ઉપર શિસ્ત અને અપીલની નિયમોનુસાર કાર્યવાહી કરવાનુ જણાવી શિક્ષકને લાભો આપવાના બદલે શિસ્તભંગની નોટીસ આપી શિક્ષકને દબાવવાનો પ્રયાસ તાલુકા શિક્ષણ કચેરીની મનસ્વી કામગીરીથી શિક્ષક આલમમાં ભારે રોષ ફેલાયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!