37 C
Ahmedabad
Friday, May 10, 2024

અરવલ્લી જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર ખેલમહાકુંભ ની ટેબલ ટેનિસ સ્પર્ધામાં 4 મેડલ મળ્યા


સમગ્ર રાજ્યમાં ખેલમહાકુંભની સ્પર્ધાઓ યોજાઈ રહી છે ત્યારે રમતવીરોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. અરવલ્લી જિલ્લાના રમતવીરોએ સુરત ખાતે યોજાયેલી ખેલમહાકુંભની ટેબલ ટેનિસ સ્પર્ધામાં બાજી મારી છે. સુરત ખાતે યોજાયેલી ટેનલ ટેનિસ સ્પર્ધામાં પ્રથમવાર 4 મેડલ જિલ્લાને પ્રાપ્ત થયા છે.

Advertisement

તાજેતર તા 7 મે થી 12 મેં દરમ્યાન સુરત મુકામે રાજ્ય કક્ષા ની ટુર્નામેન્ટ યોજાયી હતા, જેમાં અરવલ્લી જિલ્લા નો રાજ્ય માં દબદબો રહ્યો. આ ટુર્નામેન્ટ માં અલગ-અલગ જિલ્લામાંથી 300 જેટલાં ખેલાડી આવ્યા હતા. રાજ્યના 25 જિલ્લા ના ખેલાડી એ ભાગ લીધો હતો, જેમાં 14 વર્ષ થી નીચે ના વય ગ્રુપ માં મોડાસાના જન્મજય પટેલ સુરત ને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો, જયારે અન્ડર 17 માં અરમાન શેખ એ ગોલ્ડ મેડલ અને હર્ષ વર્ધન પટેલ સિલ્વર મેડલ મેળવ્યો. આ સાથે જ અન્ડર 17 ટીમ ઇવેન્ટ માં પણ સિલ્વર મેડલ અરવલ્લી ના નામે રહ્યો. આમ અરવલ્લી જિલ્લાને કુલ મળીને રાજ્ય કક્ષાના ખેલમહાકુંભ માં 4 મેડલ નામે રહ્યા જે ઇતિહાસ માં પ્રથમ વાર બન્યું છે. તમામ ખેલાડી ના કોચ મહાવીર સિંહ કુંપાવાત ને જિલ્લા રમત વિકાસ અધિકારી મજહર સુથાર એ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!