41 C
Ahmedabad
Sunday, May 19, 2024

સુરત : PSI ની શરમજનક કરતૂત થી ખાખી લજવાઈ…!!!, મહિલા પોલિસ કર્મીને હેરાનગતી


કેટલીક જગ્યાએ ખાખીનો ખૌફ તો કેટલીક જગ્યાએ ખાખીની શરમજનક કરતૂતથી લજવાઈ જતી હોય છે ત્યારે એક પીએસઆઈ ચર્ચાઓમાં આવ્યા છે. કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન PSI અશોક મોરીએ મહિલા સહકર્મીને સોશિયલ મીડિયાના માધ્યમથી કથિત મેસેજ મોકલી મહિલાને હેરાનગતિ કરવા જેવી ગંભીર બાબતે ફરી અશોક મોરીએ વિવાદ ઉભો કર્યો છે, સમગ્ર વિવાદને લઇને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. મહિલાઓની સુરક્ષાની વાત કરતી ખુદ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી મહિલા કર્મીઓને તેમના અધિકારી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કથિત મેસેજ મોકલી મહિલા કર્મીઓને હેરાનગતિ કરતા ખુદ પોલીસ કર્મચારી જ કઠેરામાં આવી ગયો છે. આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સુધી ફરિયાદ થતા આખા પ્રકરણની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવી છે.

Advertisement

અશોક મોરીના શરમજનક કૃત્ય બાબતે નિવેદન નોંધાવા સુરત ગ્રામ્યના કડોદરા પોલીસ સ્ટેશનમાં જાણ થતાં તપાસનો રેલો આવવાના ડરથી PSI મોરી માંદગીનું કારણ દર્શાવી ફરજ પરથી ગેરહાજર થયા.  મોરીના કેસ બાબતની તપાસ બારડોલી ડિવિઝનના ડીવાયએસપીને સુપ્રત કરતા તપાસ દરમિયાન નોંધાયા મુજબ PSI એ.બી.મોરીએ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા એલ.આર.ડી. અને એક મહિલા જી.આર.ડીને તેમજ એક ગુનામાં ભોગ બનેલી યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી આપત્તિજનક મેસેજ મોકલ્યા હોવાના આરોપ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!