36 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : મેઘરજના ઇસરમાં બારા પંચાલ સમાજ દ્વારા મહિલા સંમેલન યોજાયું


ઇસરી બારા પંચાલ સમાજ તથા શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે ઇસરી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ખાતે મહિલા સંમેલન નો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉ. બિનલબેન પંચાલ  ની ઉપસ્થિતી ખાસ રહી હતી. કાર્યક્રમના અઘ્યક્ષ તેમજ ભોજનના દાતા કિશોરભાઈ પંચાલ સ્વ. ભીખાભાઇ કલવાભાઈ પંચાલ (દહેગામડા) નો પરિવાર, તથા સમાજની બહેનો અને છોકરીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી તથા ઇસરી બારા પંચાલ સમાજ તથા શિક્ષણ સમિતિના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન ડૉ. બિનલબેને પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે બાળકોના અભ્યાસમાં માતાનું એક આગવું સ્થાન રહેલું છે અને બહેનો બાળકોને પહેલાથી અભ્યાસ માં ધ્યાન આપે અને સારા વિચારો આપે અને મોબાઈલ થી દૂર રાખવા જણાવ્યું હતું. સમાજ ની દીકરી ક્રિયા ભાવેશભાઈ પંચાલે  નારી તું નારાયણી વિશે સરસ સ્પીચ આપી હતી. ઇસરી બારા પંચાલ સમાજ ના પ્રમુખ તથા મંત્રી તેમજ શિક્ષણ સમિતિના પ્રમુખ અને મંત્રી અને કિશોરભાઈ બી. પંચાલ તથા કમલેશભાઈ એ. પંચાલ તથા રામભાઈ પંચાલ દ્વારા સમાજના રીત રિવાજોમાં સુધારો લાવવા માટે વિગતે ચર્ચા કરી હતી. પોતાનો કીમતી સમય કાઢી પધારેલ તમામ મહેમાનોનો શિક્ષણ સમિતિના મંત્રી કનુભાઈ એન. પંચાલે આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!