43 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મોડાસાના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પારિવારિક મૂલ્યો પર ધાર્મિક સભા, પૂ.જ્ઞાનવત્સલ સ્વામી બન્યા પ્રેરણાસ્ત્રોત


અરવલ્લી જિલ્લાના મોડાસામાં ડો.પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા પારિવારિક મૂલ્યો પર ધાર્મિક સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસાના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ આ ધાર્મિક સભામાં મોટી સંખ્યામાં સંપ્રદાયના અનુયાયીઓ અને શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પારિવારિક મૂલ્યો ને સમજાવતા ડો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી એ ઘરને પૃથ્વી પર નું સૌથી મોટું સુખ ગણાવ્યું હતું, સાથે જ પરિવાર ના વ્યક્તિઓ સાથે અમૂલ્ય ગાળનાર ને સૌથી સુખી વ્યક્તિ ગણાવ્યા હતા.

Advertisement

ડિસેમ્બર માસમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી ની 15 ડિસેમ્બર 2022 થી 13 જાન્યુઆરી 2023 સુધી અમદાવાદ ખાતે 750 એકર વિસ્તારમાં ભવ્ય ઉજવણી થનાર છે ત્યારે તેમની જન્મશતાબ્દી મહોત્સવ ને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પારિવારિક મૂલ્યો, વ્યસન મુક્તિ, આઝાદી કા અમૃત મહોત્સવ, જેવા વિવિધ પ્રદર્શનો યોજવામાં આવશે..સાથે જ પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, કાર્ય અને સંદેશની પ્રસ્તુતિ કરવામાં આવશે,, આ ઉજવણીમાં બાળકો દ્વારા સંચાલિત બાળ નગરી નુ પણ આયોજન કરવામાં આવનાર છે ,,આ ઉજવાનીના સ્થળે 20 હજાર થી વધુ સ્વયં સેવકો દ્વારા ટેન્ટ સિટીનું નિર્માણ કરી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થશે ત્યારે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી દ્વારા જિલ્લાવાસીઓ ને ઉજવણી માં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!