38 C
Ahmedabad
Friday, May 17, 2024

‘કેજરીવાલ બોલ રહા હું’ સુરત આપ પાર્ટીના કાર્યકરે ગાયેલું ગીત ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ લાવશે


આમ આદમી પાર્ટીના કાર્યકરે અરવિંદ કેજરીવાલ પર ગાયું ગીત

Advertisement

રાજકીય માહોલ વચ્ચે આમ આદમી પાર્ટીનું એક ગીત આપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘કેજરીવાલ બોલી રહ્યા છે. સુરતના કાર્યકર સંજીવ યાદવ દ્વારા આ ગીત લખવામાં આવ્યું છે અને જાતે જ કંપોઝ કરીને ગાયેલું છે.

Advertisement

ગીતમાં આ મુદ્દાઓને ઉદ્દેશવામાં આવ્યા

Advertisement

આ ગીતના અમુક અંશો પર નજર કરવામાં આવે તો ગીતમાં શિક્ષણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે સાથે ગરીબ લોકો સુધી તમામ સુવિધાઓ પણ પહોંચાડવામાં આવશે તેવો પણ ઉલ્લેખ આ ગીતમાં કરવામાં આવ્યો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વીજળી અને પાણી વિશે પણ આ ગીતમાં વાત કરવામાં આવી છે. સાથે સાથે આ ગીતમાં ભ્રષ્ટાચારને લઈને પણ વાત કરવામાં આવી છે.

Advertisement

આમ આદમી પાર્ટીનો પ્રચંડ ચુંટણી પ્રચાર શરુ

Advertisement

આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા અંતર્ગત ગુજરાતની 182 વિધાનસભાને આવરી લઈને પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ઘર સુધી અરવિંદ કેજરીવાલનો સંદેશો પહોંચાડશે અને દિલ્હી મોડલ પ્રસ્તુત કરશે ત્યારે આ પરિવર્તન યાત્રાને બહોળા પ્રમાણમાં સમર્થન મળતા વિપક્ષી નેતાઓની ઉંઘ ઉડી ગઇ છે.

Advertisement

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો ગઢ જમવા માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પગપેસારા પછી તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણે એકદમ એલર્ટ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા, ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી પાડવા માટે આમ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!