42 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી : મોડાસાની ગજાનંદ સોસાયટીમાં ભર ઉનાળે રસ્તાઓ પર ચાલવુ મુશ્કેલ, લોકોનો સોશિયલ મીડિયા પર વ્યંગ…


અરવલ્લી જિલ્લામાં ઠેર-ઠેર ગટર લાઈનના ખાડા કરવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, આ વચ્ચે મોડાસાની ગજનાનંદ સોસાયટીમાં રહીશોનો ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. રસ્તાની બરોબર વચ્ચે જ પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે ત્યારે પાલિકાની બેદરકારીનો ભોગ કેટલા લોકો બનશે તેવા વ્યંગ સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે.

Advertisement

Advertisement

મેરા ગુજરાતના વાચકે સોશિયલ મીડિયા થકી આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, મોડાસાની ગજાનંદ સોસાયટીમાં ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રસ્તો ક્યાં છે તે સમજાતું નથી. આ સાથે જ ત્રાહિત લોકોએ એમ પણ વ્યંગ કર્યો છે કે, પાલિકાની બેદરકારીથી આમ કેટલા લોકો ભોગ બનશે તે એક સવાલ છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકાના પેટનું પાણી પણ નથી હલતું ત્યારે લોકોને સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે એક સવાલ છે.

Advertisement

મોડાસા શહેર હાલ ખાડાનું શહેર બન્યું હોય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ ઉનાળો છે અને પાણીની સમસ્યા છે તો પાલિકાએ એકાંતર દિવસે પાણી આપવાનું નક્કી કર્યું છે પણ ગજાનંદ સોસાયટીમાં પાણી રસ્તાઓ પર વેડફાઈ રહ્યું છે. પાણીનો વેડફાટ કેમ થાય છે તે એક સવાલ છે. જે કોઇ લોકો પાણીનો વેડફાટ કરતું હોય તેવા લોકો સામે કડક કાર્યવાહી થઇ જોઇએ તે પણ જરૂરી છે. અને જો પાણી પાલિકાની બેદરકારીથી વેડફાતું હોય તે તાત્કાલિક સમારકામ થવું તે પણ જરૂરી છે.

Advertisement

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!