34 C
Ahmedabad
Saturday, May 11, 2024

અરવલ્લી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં મળી પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક


અરવલ્લી જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીનાના અધ્યક્ષ સ્થાને પ્રી-મોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટર એ જણાવ્યું કે, આબોહવા, હવામાનને જોતા વાવાઝોડું અને વરસાદના કિસ્સામાં કોઈ નુકસાન પહોંચે તો તેને મદદરૂપ થવા આપણું તંત્ર સાબદુ રહે તે જરૂરી છે. આ માટે તાલુકા કક્ષાએ રિસ્પોન્સ સેન્ટર કાર્યરત થાય તે ખાસ જરૂરી છે. આ માટે દરેક મામલતદાર એ રિસ્પોન્સ સેન્ટર ખાતે ટેલિફોન નંબર, કમ્પ્યુટર સહિત હાજર રહેનાર અધિકારી, કર્મચારીની ફરજ વ્યવસ્થાપન અંગે માહિતી આપી.

Advertisement

બેઠકમાં અતિવૃષ્ટિ થાય તો તેવા સંજોગમાં એ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચવું, કંટ્રોલ રૂમ સુધી સતત વિગતો પહોંચાડવી, સંબંધિત અધિકારી અને વિભાગ સાથે સંકલન કરવું, બચાવની કામગીરી કરવા માટે પૂર્વ તૈયારી કરવા કહ્યુ.
ડેમ અને અન્ય સાઈટ પર આગોતરું મેઇન્ટેઈન થાય, સાધનો અપડેટ કરવા, વરસાદ શરુ હોય ત્યારે આંકડા દર બે કલાકે પહોંચતા કરવા, તાલુકાના ઉપલબ્ધ સંસાધનો વિશે વિગતો મેળવવી, અતિવૃષ્ટિ થાય તો તેવા સંજોગમાં કોની મદદ મેળવવી, સ્થળાંતર કરવાનું થાય તો આશ્રય સ્થાનો, રહેવા- જમવા અને વાહનની સુવિધા, જર્જરિત મકાન અને પડી જાય એવા ઝાડ હોય તેના બાબતે ઘટતું કરવા જણાવ્યુ. વોકળા, ગટર, રેલીંગ સફાઈ કરવી. ડેમ ચકાસણી કરવા અને અધિકારી – કર્મચારીઓને હેડ ક્વાર્ટર નહિ છોડવા પણ જણાવવામાં આવ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!