36 C
Ahmedabad
Saturday, May 18, 2024

21 માર્ચના રોજ મોડાસામાં ટ્રાફિક ડ્રાઈવ યોજી ઉચ્ચ અધિકારીઓ ગાયબ..!! કલેક્ટર કચેરી ખાતે ટ્રાફિકને લઇને કેવી સમીક્ષા બેઠક…


અરવલ્લી જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થા સમીક્ષાની બેઠક મળી. જેમાં જિલ્લાના કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોગ્ય પગલાં લેવાં સૂચના અપાઈ હતી. આ સાથે જ બેઠકમાં ટ્રાફિક સમસ્યાને લઇને પણ ચર્ચા કરાઈ હતી, ત્યારે મોડાસમાં મુખ્ય ચાર રસ્તાથી બસ સ્ટેશન વિસ્તાર સુધી કેટલાય સમયથી ટ્રાફિકની સમસ્યાની માત્ર બેઠકમાં વાતો કરીને તાયફા થતાં હોય તેવી લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Advertisement

Advertisement

આ બેઠકમાં જીલ્લામાં ટ્રાફિક સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ હેલ્મેટ, ઓવરલોડિંગ, રેડિયમ રિફલેકટર સહીતના કેસ અંગે ચર્ચા કરાઇ હતી. પણ સવાલ એ થાય છે કે, 21 માર્ચ 2022 ના રોજ મોડાસા પ્રાંત અધીકારી, પોલિસ ચિફ ઓફિસર, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓની ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી ત્યારબાદ કોઇ જ નક્કર પરિણામો આવ્યા નથી તો શું તે ટ્રાફિક ડ્રાઈવ માત્ર તાયફા હતા કે શું તે એક સવાલ છે. કાયદો વ્યવસ્થાની બેઠકમાં ચર્ચા કરાય છે. જેમાં ટ્રફિકના મુદ્દાને આવરી લેવાની વાતો થાય છે તો પછી ડિસેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવેલી ટ્રાફિક ડ્રાઇવ માત્ર તાયફા હતા કે શું તે એક સવાલ છે. 

Advertisement

21 માર્ચના રોજ યોજવામાં આવેલી ઉચ્ચ અધિકારીઓની સ્પેશિયલ ડ્રાઈવ પછી ગાયબ…!!

Advertisement

મોડાસામાં ટ્રાફિક ડ્રાઈવમાં અધિકારીઓના લાવલશ્કર અને લારી ચાલકો વચ્ચે સંતાકૂકડી ! ‘તુમ આગે ચલો હમ તુમ્હારે પીછે હૈ’

Advertisement

Advertisement

અધિકારીઓ બાયપાસથી બારોબાર કચેરીમાં જતાં હોય એટલે સ્થાનિક લોકોને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે કદાચ અધિકારીઓને ખ્યાલ નહીં હોય. માત્ર કાગળ અહેવાલ પર ચાલતું તંત્ર ખરેખર જમીન પર શું સ્થિતિ છે તે કદાચ ખ્યાલ નથી.

Advertisement

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા અધીક નિવાસી કલેકટર એન. ડી.પરમાર, જિલ્લા પોલીસ વડા નવીન પટેલ સહીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!