34 C
Ahmedabad
Friday, May 17, 2024

કમલમ્ ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક, 2022ના રોડ મેપની તૈયારીનો આરંભ


2022ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને દરેક પક્ષે પોતાની આગવી તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપની કારોબારીની કમલમ ખાતે બેઠક યોજવામાં આવી જેમાં મિશન 2022ના આગામી કાર્યક્રમ અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને થોડા દિવસ પહેલાં જ ચિંતન શિબિર મળી હતી, ત્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કારોબારીની બેઠક યોજાઈ.

Advertisement
2022ના રોડ મેપની તૈયારીનો આરંભ બીજેપી કરી રહી છે, ત્યારે આ પ્રદેશ કારોબારીમાં સંગઠનની પ્રક્રિયા છે. તે મુજબ રાષ્ટ્રીય કારોબારી મળ્યા બાદ જ પ્રદેશ કારોબારી મળતી હોય છે અને ત્યાર બાદ જિલ્લા કારોબારી અને મંડળ કારોબારીની બેઠક આગામી સમયમાં મળશે.
ભાજપ વિધાનસભાની ચૂંટણીનું આયોજન અને ચિંતન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ સરકારના વિકાસના કાર્યોને કેવી રીતે આગળ પહોંચાડી શકાય તેને લઈને પ્રદેશના મોવડીઓ સમક્ષ કામગીરી મુકવામાં આવશે. પ્રદેશના હોદ્દેદારો, પ્રમુખો, ધારાસભ્ય, સાંસદ તેમજ મુખ્ય આગેવાનોને વિશિષ્ટ ટીમ દ્વારા વિધાનસભાની ચૂંટણીની ચિંતા કરીને ગુજરાતના તમામ ક્ષેત્ર સુધી આગળ વધે છે અને ચૂંટણીમાં પ્રભુત્વને કેવી રીતે મેળવી શકાય તેને લઈને ચિંતન મનન માર્ગદર્શન આજે સી.એમ. અને સી.આર. પાટીલ દ્વારા આપવામાં આવશે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!