29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં એક અનાર સો બિમાર જેવી સ્થિતિ, એક સીટ પર અનેક દાવેદાર


દેશના 15 રાજ્યોની 57 રાજ્યસભા સીટો પર થઈ રહેલ ચૂંટણીને લઈને આજે એટલે કે મંગળવારે એક અધિસૂચના જાહેર થશે. તેની સાથે જ નામાંકન દાખલ કરવાનો સિલસિલો શરૂ થઈ જશે. નામાંકન 31મે સુધી નોંધાવામાં આવી શકે છે. રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને વધુ 9 સીટો મળી શકે છે, પરંતુ જો સહયોગી દળોએ ઉદારતા દાખવી તો આ આંકડો 10 થી 11 સુધી પહોંચી શકે છે.

Advertisement

રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ઉમેદવારોની પસંદગી એક મોટો પડકાર છે, કારણ કે રાજ્યસભા માટે પાર્ટીની સ્થિતિ એક અનાર અને સો બિમાર જેવી છે. એવામાં ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ હાઈકમાનને રાજનૈતિક સમીકરણ સાધવાની સાથે જ આંતરિક ઉથલ-પાથલ માટે ભારે મહેનત કરવી પડી રહી છે.

Advertisement

ઉદયપુર ચિંતન શિબિરમાં કોંગ્રેસે 50 % સીટો યુવાઓને આપવાની જાહેરાત કરી હતી, તો બીજી તરફ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને રાજ્યસભા મોકલવાનો દાવો છે. એવામાં કોંગ્રેસ વયસ્ક અને નવી પેઢી વચ્ચે સંતુલન બનાવવાની વચ્ચે ફસાયેલ છે.

Advertisement

કોંગ્રેસની 8 સીટો થઈ રહી છે ખાલી 

Advertisement

રાજ્યસભામાં કોંગ્રેસની 8 સીટો ખાલી થઈ રહી છે. તેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદંબરમ, જયરામ રમએશ, કપિલ સિબ્બલ, છાયા શર્મા, વિવેદ તન્ખા, અંબિકા સોની જેવા નેતાઓ સામેલ છે, ત્યાં જ ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, પ્રમોદ તિવારી, કુમારી સૈલજા, સંજય નિરુપમ, રાજીવ શુક્લા રાજ બબ્બર જેવા કોંગ્રેસ વરિષ્ઠ નેતાઓની લાંબી યાદી છે, જે ઉચ્ચ સદનમાં જવાની રાહમાં છે. એવામાં કોંગ્રેસની સામે એક અનાર અને સો બિમાર જેવા મુદ્દા સામે ઉભા થઈ ગયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!