ભિલોડા,મોડાસા અને બાયડ ત્રણેય વિધાનસભા મતવિસ્તારમાં અલગ અલગ થીમ ઉપર બનેલા મતદાન મથકો બન્યા આકર્ષણનુ કેન્દ્ર
અરવલ્લી જિલ્લાની ત્રણેય વિધાનસભામાં અલગ અલગ પ્રકારના મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મોડેલ ૩, સખી ૨૧, પીડબ્લ્યુડી ૩, અને યુવા મતદાન મથક ૧ તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં ઇકો ફ્રેન્ડલી, મોડેલ પોલિંગ સ્ટેશન, સખી મતદાન મથક અને યુથ પોલિંગ સ્ટેશન નો સમાવેશ થાય છે.
અરવલ્લીના દરેક મતદાન મથક ઉપર મતદાતાઓ પોતાના મત આપવા માટે આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બની રહ્યા છે.મતદાન મથકો પર વહેલી સવારથી મતદારો ઉત્સાહ પૂર્વક મતદાન કરવા પહોચી રહ્યા છે કેટલાક મતદાન મથકો પર મતદારોની કતાર જોવા મળી રહી છે