ગોધરા
લોકસભા ની ચુટણીને લઈ આજે દેશમા ત્રીજા તબ્બકાનુ મતદાન યોજાઈ રહ્યુ છે. જેને લઈ ગુજરાતમા આજે 25 બેઠકો પર મતદાન થઈરહ્યુ છે. મતદાનને લઈ સવારથી આજે મતદાન મથકોની બાહર મતદારોની લાઈનો જોવા મળી રહી છે. એકબાજુ ગરમીનો પારો બપોરે વધતો હોય છે તે સમયે લોકો વહેલા મતદાન કરવાનુ પંસંદ કરી રહ્યા છે.
પંચમહાલના મતદાન મથકો પર આજે સવારથી લાઈનો જોવા મળી રહી છે.યુવાનોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.જીલ્લા કલેકટર એ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શહેરા,ગોધરા,કાલોલ, મોરવા હડફ ખાતે આવેલા મતદાન કેન્દ્રો પર મતદાન કરવા માટે લાઈનો જોવા મળી હતી. પંચમહાલ પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાપતી નજર રાખવામા આવી રહી છે. મહિસાગર જીલ્લાના લુણાવાડા અને બાલાશિનોર વિધાનસભા વિસ્તારમા પણ લોકો મતદાન કરવા લાઈનો લગાવી હતી. મતદાનને લઈને લોકોમા પણ સવારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે સમય જશે તેમ મતદાનની ટકાવારી વધશે.