34 C
Ahmedabad
Friday, May 17, 2024

અરવલ્લી જિલ્લાના વાતાવરણાં પલટો, પવન ફૂંકાતા ગરમીથી આંશિક રાહત,


અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ગરમીનો પારો 46 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જો કે, છેલ્લા બે દિવસથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પવન ફૂંકાતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે. વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી જિલ્લાવાસીઓએ ગરમીથી છુટકારો મેળવ્યો અને રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

આ વર્ષે ચોમાસુ સામાન્ય દિવસો કરતા વહેલું હોવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે અત્યારથી જ તેની અસર જોવા મળતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સવાર, બપોર અને સાંજના સમયે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેથી ગરમીનો પારો મહદઅંશે ગગળી રહ્યો છે. બપોરના સમયે પણ લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે.

Advertisement

ચાલુ મહિનાની શરૂઆતથી જ ગરમીનો પારો અરવલ્લી જિલ્લામાં સરેરાશ 40 થી 44 ડિગ્રી રહ્યો હતો, જેથી લોકો ગરમીમાં બહાર નિકળવાનું ટાળી રહ્યા હતા, નાછૂટકે જ લોકો બહાર નિકળતા હતો, પણ જ્યારે કોઇ વ્યક્તિ બહાર નિકળે ત્યારે ચોક્કસથી તકેદારી રાખીને જ બહાર નિકળવાનું પસંગ કરતા હતા. અસહ્ય ગરમી અને ઉકળાટથી બચવા માથે રૂમાલ રાખી બહાર નિકળતા હતા, જોકે છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ લોકોને ગરમીથી મુક્તિ અપાવી હોય તેવું લાગે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!