41 C
Ahmedabad
Sunday, May 19, 2024

ડિજિટલ ગુજરાત પર 50 થી વધારે સુવિધાઓ છતાં ફિક્સ વેતનની માંગ સાથે અરવલ્લી DDO ને આવેદન પત્ર


અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતના કૉમ્પ્યુટર ઑપરેટર પડતર માંગણીને લઇને બેઠક

Advertisement

મુખ્ય 5 માંગણીને લઇને ડીડીઓને આવેદન પત્ર આપ્યું

Advertisement

માંગ નહીં સંતોષાય તો ગાંધી માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી

Advertisement

‘પહેલા ભરતી થવા માટે પડાપડી અને હવે હક જમાવવા મથામણ!’

Advertisement

કેટલીક પંચાયતોમાં અરજદારોને કૉમ્પ્યુટર ઑપરેટર્સ તરફથી નથી મળતો યોગ્ય જવાબ

Advertisement

કેટલીક પંચાયતોમાં ઑપરેટર્સને PM કિસાનના ફૉર્મ ભરતા પણ ન આવડતા હોવાની બૂમો

Advertisement

અરજદારોએ કલેક્ટર કચેરી સુધી ધરમના ધક્કા ખાવાની ફરજ

Advertisement

અરવલ્લી જિલ્લાની ગ્રામ પંચાતોમાં ફરજ બજાવતા વીસીઈ એટલે કે, કોમ્પ્યુટર ઓપરેટર મંડળ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપીને પોતાની પડતર માંગણીઓ સંતોષવા રજૂઆત કરી. આ માટે વીસીઈ ઓપરેટર યુનિયન દ્વારા કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં રેલી યોજી જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ કોમ્પ્યુટર ઓપરેટર્સને પંચાયત દ્વારા ગામના વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી હોય છે, જેથી ગામનો વ્યક્તિ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરી રોજગારી મેળવી શકે આ માટે સરકાર દ્વારા 50 થી વધારે ફોર્મ ભરવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, જે ફોર્મ ભરીને સરળતાથી કમિશન મળી શકે પણ આવું કરવું ન હોય તેવી બુમો ઉઠવા પામી છે.

Advertisement

એક અરજદારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધીની ફોર્મ ડિસેમ્બર મહિનામાં ભર્યું હતું, અને મે મહિના સુધી અરજીના કાંઇ જ ઠેકાણા નોહાત, જ્યારે ફોર્મ ચેક કરાવવા જાય ત્યારે ફોર્મમાં કેટલીક વિગતો ખૂટતી હોવાનો મેસેજ ફ્લેશ થતો હતો, ત્યારબાદ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર્સનો સંપર્ક કરવામાં આવે તો કહે કે ફોર્મ ભરાઇ ગયેલ છે. આખરે કંટાળી અરજદાર મોડાસા તાલુકા પંયાયત પહોંચ્યા જ્યાં કોમ્પ્યુટર ઓપરેટરનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે, ફોર્મ ખોટી રીતે ત્રણ વાર ભરાઈ ગયું છે, જેથી બે અરજી ડિલિટ કરવામાં આવી અને આખરે ફોર્મ ભરી શકાયું.

Advertisement

કેટલીકવાર અરજદારોએ ગ્રામ પંચાયતોમાં કામ ન થતાં હોવાની બુમો ઉઠી રહી છે અને મોડાસા કલેક્ટર કચેરી અથવા તો જિલ્લા પંચાયત ખાતે પહોંચવું પડે છે, કારણ એ પણ જાણવા મળ્યું છે કે, કેટલીક પંચાયતોમાં ઓપરેટર હાજર હોતા નથી. સરકાર અલગ અલગ ફોર્મ ભરવા જેવી 50 થી વધારે ઓપ્શન આપ્યા છે, જેમાં આવકના દાખલા, જાતિના દાખલા, ઇ શ્રમ કાર્ડ, પીએમ કિસાન, જન આરોગ્ય લક્ષી સેવાઓ સહિતની સેવાઓના ફોર્મ ભરવાની સુવિધાઓ હોય છે.

Advertisement

પણ આજે અરવલ્લી જિલ્લાના કોમ્પ્યુટર્સ ઓપરેટર કોંગી ધારાસભ્યની આગેવાની સાથે જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. 11 મે 2022 થી અચોક્કસ મુદતની હડતાળ ચાલું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અરજદારોને કોઇ અગવળ ન થાય તે માટેની અલાયદી વ્યવસ્થા કરવી જોઇએ તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!