32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

રાજ્યમાં ઇન્કમ ટેક્સનો સપાટો, ટાઇલ્સ ઉત્પાદકોમાં સોપો, હિંમતનગરમાં એશિયન ગ્રેનિટોમાં દરોડા


ઇન્કમટેક્સ વિભાગે જાણીતા ટાઇલ્સ ઉત્પાદક ની વિવિધ શાખાઓ પર દરોડા પાડી સપાટો બોલાવતા ચકચાર મચી છે.  આઈ.ટી વિભાગના અધિકારીઓએ અમદાવાદ, હિંમતનગર અને મોરબી સહિત અનેક જગ્યા પર દરોડા પાડતા ટાઇલ્સ ઉત્પાદકોમાં સોંપો પડી ગયો છે.

Advertisement

દેશ અને વિદેશમાં ટાઈલ્સ ના જાણીતા ઉત્પાદક એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લી. ની વિવિધ સ્થળોએ આવેલ શાખાઓ માં ત્યાં ઇન્કમટેક્સ ના દરોડા પડયા છે . એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લી. કંપની ના એકી સાથે ૪૦ થી વધુ જગ્યા પર ઇન્કમટેક્સ ના દરોડા પાડયા છે જેમાં અમદાવાદ સ્થિત ઇસ્કોન ચોક ખાતે આવેલ ઓફિસનો સમાવેશ થાય છે . આ સાથે જ હિંમતનગર ખાતે આવેલ ફેક્ટરી માં પણ આઈ.ટી. અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા છે

Advertisement

આ ઉપરાંત આઇ.ટી સપાટામાં ભાગીદારો પણ લપેટામાં આવ્યા છે જેમાં અમદાવાદ ખાતે ભાગીદારો ના ઘર પર પણ તવાઈ બોલાવામાં આવી છે . તો વળી મોરબીમાં રહેતા જોઈન્ટ વેન્ચરને ત્યાં પણ તાપસ હાથ ધરાઇ છે ત્યારે મળતી માહિતી અનુસાર ગુજરાત બહાર પણ ઇન્કમટેક્સ ની તાપસ લંબાવાઈ છે. આઈ.ટી અધિકારી ઓએ પોલીસ ને સાથે રાખી ઇન્કમટેક્સ દ્રારા તાપસ હાથ ધરવામાં આવી.જેમાં  ઇન્કમટેક્સ ના એકી સાથે 200 થી વધુ અધિકારીઓનો કાફલો દરોડામાં જોડાયા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!