33 C
Ahmedabad
Sunday, May 19, 2024

શ્રી બાવીસી ગોમતી વાળ સમાજ સહાય યોજનાની મીટિંગ દેવ કૃપા બોયઝ હોસ્ટેલ  મોડાસા ખાતે યોજાઈ 


શ્રી બાવીસી ગોમતી વાળ સમાજ સહાય યોજના ની પ્રતિનિધિઓની મીટીંગ દેવ કૃપા બોયઝ હોસ્ટેલ મોડાસા ખાતે યોજાઇ જે મીટિંગમાં સમાજ સહાય યોજના ના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ.ડી.જોષી, પ્રમુખશ્રી કિરીટભાઈ. જી .ગોર, મંત્રી શ્રી જીગરભાઈ. જે .મહેતા, ખજાનચી શ્રી વૈભવ ભાઈ. એન. પંડ્યા તથા મોટી સંખ્યામાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા જ્યારે મોડાસા બાવીસી ગોમતી વાળ બ્રાહ્મણ સમાજના પ્રમુખ મહેમાન શ્રી વિજયભાઇ જોષી તેમજ મોડાસાના અન્ય જ્ઞાતિજનોએ હાજરી આપી હતીતથા બાયડ ગોમતી વાળ બ્રાહ્મણ સમાજના  પ્રમુખ શ્રી દિલીપભાઈ પુરોહિતે હાજરી આપી હતી અધ્યક્ષશ્રી રાજેશભાઈ જોષી એ મીટીંગ ની શરૂઆત કરી સમાજ સહાય યોજના વધુમાં વધુ સારી દિશા માં કઈ રીતે આગળ લઈ જવાય તે વિશેની સુંદર માહિતી પૂરી પાડી હતી જ્યારે પ્રમુખ શ્રી કિરીટભાઈ એ સમાજ સહાય યોજનાની અંદર સેવાના કાર્યો કઈ રીતે કરી શકાય અને જ્ઞાતિ મેમ્બરને વધુમાં વધુ ફાયદો કઈ રીતે આપી શકાય તે વિશેની વિસ્તૃત ચર્ચા કરી હતી અને ખજાનચી વૈભવભાઇ એ એકાઉન્ટની વિસ્તૃત માહિતી રજૂ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે આપણી આ યોજના એ પુત્ર વિહોણી માતાને સમાજ સહાય યોજના થકી એક પુત્ર બનવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને વૈભવ ભાઈની કાર્યશૈલીથી બધા જ પ્રતિનિધિ બહુ જ ખુશ જણાયા હતા જ્યારે મંત્રી શ્રી જીગરભાઈ એ પોતાની આગવી છણાવટ થી વિસ્તૃત ચર્ચા કરી હતી અને પ્રતિનિધિઓએ તાળીઓના ગડગડાટથી બધાની વાતને વધાવી લીધી હતી જ્યારે મિટિંગમાં  નીચે મુજબના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી

Advertisement

આ મિટિંગની અંદર આ યોજનાને વધુ સુદર્થ અને વધુમાં વધુ સમાજ ઉપયોગી કેવી રીતે થઇ શકે તે અંગેની છણાવટ કરવામાં આવી.

Advertisement

તથા શ્રી કિરીટભાઈ .જી .ગોર  સમાજ સહાય યોજના માં તેમના પિતાશ્રી ની પુણ્યતિથિ ના દિવસે તારીખ 2 /6/ 2022ના રોજ 11000/-દાન જાહેર કરેલ છે જ્યારે આ મિટીંગ નો સુંદર આયોજન મંત્રીશ્રી જીગરભાઈ મહેતાએ કર્યું હતું તેમના આ સુંદર આયોજન ને સૌએ વધાવી  હતી અને સાથે પ્રસાદ લઈ મીટીંગનું સમાપન કર્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!