41 C
Ahmedabad
Wednesday, May 8, 2024

વોલિબોલ સ્પર્ધામાં મહારાષ્ટ્રના સાંગલી સ્ટેડિયમમાં કેરળની ટીમને હરાવતી યુવતી


બામણા સ્કૂલ-કોલેજનું ગૌરવ વધાર્યું

Advertisement

કવિવર ઉમાશંકર જોશીની પાવન જન્મ ભૂમિમાં કાર્યરત શ્રી બામણા-પુનાસણ મધ્યસ્થ સ્કૂલ કેળવણી મંડળ, મુંબઈ સંચાલિત શ્રી ડી.એમ.બી.પી હાઈસ્કૂલ, બામણાની ભુતપુર્વ વિદ્યાર્થીની, સ્વ. એસ.એચ.જોષી અને બી.કે.જોષી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, બામણામાં બી.એ. સેમેસ્ટર-૪ માં અભ્યાસ કરતી દિકરી, પુનાસણ ગામની વતની નેહા સુરેશભાઇ પ્રજાપતિએ ગુજરાતની ‘વોલિબોલ’ ટિમ મહારાષ્ટ્રના સાંગલી સ્ટેડિયમમાં કેરળની મહિલા યુવા ટીમને 3.0 થી હરાવી વિજય પ્રાપ્ત કરેલ છે. નેહા પ્રજાપતિએ તેના માતા-પિતા,પરીવાર અને સમાજની સાથે-સાથે બામણા સ્કૂલ-કોલેજનું ગૌરવ વધારતા શ્રી બામણા-પુનાષણ મધ્યસ્થ સ્કૂલ કેળવણી મંડળ, પ્રમુખ દિનેશચંદ્ર બી. ભટ્ટ, મંત્રી હરેશભાઈ ઉપાધ્યાય,ઈશ્વરભાઇ પંડ્યા,કોલેજના પ્રિ.ડો. કલ્પનાબેન આર.પટેલ,સ્કૂલના આચાર્ય જી.જી.પટેલ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે નેહાને અઢળક શુભેચ્છઓ પાઠવી બિરદાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!