42 C
Ahmedabad
Saturday, May 18, 2024

પાટીલનો શાબ્દિક પ્રહાર, કહ્યું, 2014 પહેલા જે સરકાર હતી ત્યારના વડાપ્રધાન ધીમી ગતીના સમાચાર હતા


કેન્દ્રમાં 2014 પહેલા જે સરકાર હતી ત્યારના વડાપ્રધાન ઘીમી ગતીના સમાચાર હતા જો તે સમયે કોરોના આવ્યો હોત તો મોટી જાનહાની થઇ હોત. પેજ સમિતીને મજબુત કરવાના હેતુસર અને દરેક જિલ્લામાં બીજેપીને વધુ મજબુત કરવા 182 વિધાનસભાની સીટોના અભિયયાન સાથે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો જિલ્લા સ્તરે કાર્યક્રમ યોજાયો હતો અ દરમિયાન તેમણે આ વાત કહી હતી.

Advertisement

ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે આવનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભાજપ, કોંગ્રેસ અને આ વખતે તમામ ગુજરાતની વિધાનસભાની સીટો પર ચૂંટણી લડવા જઈ રહેલી આમ આદમી પાર્ટી પણ મેદાને છે ત્યારે દરેક પાર્ટી દ્વારા આ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક બીજી પાર્ટીના પ્રવક્તા, નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે ત્યારે સીઆર પાટીલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2014 પહેલા જે સરકાર હતી ત્યારના વડાપ્રધાન ઘીમી ગતીના સમાચાર હતા જો તે સમયે કોરોના આવ્યો હોત તો મોટી જાનહાની થઇ હોત. દેશની સુરક્ષામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે કોઇ કસર બાકી નથી રાખી. દુશ્મન દેશને ચેતવણી પણી આપી છે કે જો ભારત સામે આંખ ઉઠાવીને જોશો તો તમારી આંખ કાઠી લઇશું. પહેલા રોજ સવારે નિર્દોશ લોકો આંતકવાદીઓ મોતને ઘાત ઉતારતા પણ હવે તો વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે આંતકવાદનો સફાયો કરવામાં સફળતા પણ મળી છે અને અંકુશ પણ મેળવ્યો છે.

Advertisement

પહેલાની સરકાર સુરક્ષા બાબતે ગંભીર ન હતી તેના કારણે લાખો નિર્દોશ લોકોનો આંતવાદીઓએ ભોગ લીઘો.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશના દરેક નાગરિકને સુરક્ષીત રાખવા અડીખમ છે તેમાં સહેજ પણ કસર બાકી નહી રાખે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!