39 C
Ahmedabad
Saturday, May 18, 2024

અરવલ્લી નેત્રમ શાખાની સરાહનીય કામગીરી, રાજસ્થાનના ઇસમનો ગુમ થયેલ મોબાઇલ શોધી માલિકને પરત કર્યો


અરવલ્લી જિલ્લા SP કચેરી ખાતે આવેલ નેત્રમ કમાંડ શાખાએ વધુ એકવાર સરાહનીય કામગીરી કરી ગુમ થયેલ મોબાઇલ માલિકને પરત કર્યો છે. 11 માર્ચ 2022 ના રોજ રાજસ્થાનના શીમલવાડાના રાજેન્દ્રકુમાર મણીલાલજી ડામોર મોડાસા ખાતે આવ્યા હતા, તે સમય દરમ્યાન GIDC વિસ્તારમાં આવેલા એ.એમ.મૉટર્સમાં પોતાની ગાડી સર્વિસ કરાવવા માટે આવ્યા હતા, ત્યારબાદ તેઓ અન્ય કામે બજાર જવા નિકળી ગયા હતા. આ અરસામાં ઑટો રિક્ષામાં બેસી હજીરા ઉતરતા સમયે ભાડું આપતા હતા ત્યારે મોબાઇલ રિક્ષામાં શરતચૂકથી રહી ગયો હતો, જે બાબતે અરજદારને ધ્યાને આવતાં, અરજદાર અને એ.એમ.મોટર્સના માલિક દ્વારા નેત્રમ શાખાનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

Advertisement

સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ નેત્રમ શાખા પો.સ.ઇ જે.એચ.ચૌધરી દ્વારા પોલીસ કર્મચારીઓને હજીરા વિસ્તારમાં લાગેલ સી.સી.ટી.વી કેમેરાના ફૂટેજ ચકાસવા આવ્યા હતા, આ સમય દરમિયાન રિક્ષાનીઓળખ કરી રજિસ્ટ્રેશન નંબર મળતા રિક્ષા માલિકનો સંપર્ક કરાયો હતો. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત લગાવેલ સી.સી.ટી.વી કેમેરાના માધ્યમથી આશરે કિંમત રૂ. 20,000/- નો મોબાઇલ ફોન માલીકને પરત અપાવવામાં સફળતા મળી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!