43 C
Ahmedabad
Sunday, May 19, 2024

હાર્દિક પટેલે શ્વેતા બ્રહ્મભટ્ટની સાથે કેસરિયો ખેસ પહેરવાની ના પાડતા અલગ કાર્યક્રમ થયો હોવાની ચર્ચા..!!


ગુજરાતની રાજનીતિમાં 2 જૂનના રોજ મોટો ફેરફાર થયો જેમાં કોંગ્રેસનો મોટો યુવા ચહેરો હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો તો કોંગ્રેસના મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ કોંગ્રેસમાં જોડાઈ ગાય. બુધવારે યોજાયેલા કાર્યક્રમમાં કેટલીક સામ્યતા જોવા મળી હતી, આ બંન્ને નેતાઓના કાર્યક્રમો અલગ-અલગ યોજાયા હતા ત્યારે હવે એવી વાતો વહેતી થઇ છે કે, જેમાં હાર્દિક પટેલે શ્વેતા બ્રહ્મભટ્ટની સાથે કેસરિયો ખેસ પહેરવાની ના પાડતા અલગ અલગ બે કાર્યક્રમ રાખવા પડયા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Advertisement

શ્વેતા પટેલે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘હું પહેલેથી વડાપ્રધાન મોદીની પ્રશંસક રહી છું. હું જ્યારે તેમને મળી ત્યારે તેમના માટેના માનમાં વધારો થયો હતો. તેમની દેશ માટેની કામગીરી અને નિષ્ઠા ખૂબ જ પ્રેરણા આપનારા છે.’ હાર્દિક પટેલ અલગથી શક્તિ પ્રદર્શન કરવા ઈચ્છતા હોવાથી શ્વેતા બ્રહ્મભટ્ટને પહેલાં ભાજપમાં જોડાઈ જવા કહી દેવાયુ હતું. ટૂંકમાં, ભાજપમાં પ્રવેશ મુદ્દે ડખો થતાં અલગ અલગ કાર્યક્રમ રાખવા પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પૂર્વ કોંગ્રેસી નેતા શ્વેતા બ્રહ્મભટ્ટના કહેવા પ્રમાણે તેઓ જે ધ્યેય સાથે કોંગ્રેસમાં જોડાયા હતા તે પૂર્ણ ન થઈ શક્યા. આ સાથે જ તેમણે કોંગ્રેસમાં વિઝન અને મેનેજમેન્ટનો અભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કોંગ્રેસમાં પાર્ટી કોઈ કામ સોંપે તો વરિષ્ઠ નેતાઓ કામ નથી કરવા દેતા તેવો પણ આક્ષેપ કર્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!