37 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી : મંકિપોક્સના ભય વચ્ચે ચીકનપોક્સના કેસમાં વધારો, જીલ્લામાં બાળકો ચિકનપોક્સનો શિકાર બની રહ્યા છે,સગર્ભા માટે ભય


દુનિયામાં મંકિપોક્સના કેસ સતત વધી રહ્યા છે મંકીપોક્સે વિશ્વના ઘણા દેશોમાં ભય ફેલાવ્યો છે સદ્નસીબે ભારતમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી પરંતુ મંકિપોક્સ ચેપી હોવાથી અને દુનિયાના દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ભારતમાં તેની એન્ટ્રી અટકાવવા સરકાર સક્રિય થઈ છે. કેન્દ્ર સરકારે મંકિપોક્સના મેનેજમેન્ટની ગાઈડલાઈન્સ બહાર પાડી છે. મંકિપોક્સ જેવા લક્ષણો ધરાવતો ચિકનપૉક્સ બાળકોમાં જોવા મળતા અરવલ્લી જિલ્લામાં ફફડાટ ફેલાયો છે

Advertisement

અરવલ્લી જીલ્લામાં ચિકનપૉક્સના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે જીલ્લામાં અત્યાર સુધી 50 જેટલા બાળકો ચિકનપૉક્સનો ભોગ બનતા તબીબો પણ માથું ખંજવાળી રહ્યા છે ત્યારે ચિકનપૉક્સ બીમારીનું સંક્રમણ ફેલાતું અટકાવવા આરોગ્ય તંત્ર સર્વેની કામગીરી હાથધરે તેવી લોકમાંગ પ્રબળ બની છે ચિકનપૉક્સ સગર્ભા મહિલાઓ અને પુખ્તવયના લોકો પણ શિકાર બની શકે છે

Advertisement

ચિકનપોક્સમાં, દર્દીઓને તાવ સાથે શરીર પર નાના લાલ ફોલ્લીઓ પડે છે. આ અંગે તબીબના જણાવ્યા અનુસાર,ચિનકપોક્સ એક ચેપી રોગ છે અને બાળકો તેમજ પુખ્ત વયના લોકો અને સગર્ભા સ્ત્રીઓને આ રોગનું જોખમ રહેલું છે. ચિકનપૉક્સ વાઇરલ ઈન્ફેક્શન હોવાથી જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવો તો તમને પણ આ રોગ થઈ શકે છે. દર્દીના દાણા અને ઘા માંથી નીકળતા પાણીના સંપર્કમાં આવવાથી પણ બીજા વ્યક્તિ ચેપનો શિકાર પણ બની શકે છે. આ બિમારીથી બચવા માટે બને ત્યાં સુધી સ્વસ્થતા અને ચિકનપૉક્સના દર્દીથી અંતર જાળવવું ખુબ જરૂરી છે

Advertisement

ચિકનપૉક્સ રોગની શરૂઆતમાં શરીરમાં ખંજવાળ, ફોલ્લીઓ અને ફોલ્લાઓના લક્ષણો દેખાય છે. આ ફોલ્લીઓ છાતી, પીઠ અને ચહેરા પર પણ થઈ શકે છે અને પછી ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!