39 C
Ahmedabad
Sunday, May 12, 2024

અનોખી આસ્‍થા : મુંબઇના યુવાને સમુદ્ર માર્ગે સ્વીમિંગ કરી 30 કિ.મી.નું અંતર કાપી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્‍યું


અનોખી આસ્‍થા સ્‍વીમિંગમાં વર્લ્‍ડ રેકોર્ડ નોંઘાવનાર મુંબઇના સ્‍વીમર યુવાનએ સમુદ્ર માર્ગે 30 કીમીનું અંતર કાપી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્‍યું છે. મહાદેવમાં આસ્‍થા ઘરાવતા અનેક લોકો પગપાળા કે દંડવતરૂપ સોમનાથ મંદિરે આવતા હોય છે, ત્‍યારે સ્‍વીમીર યુવાનએ તરીને દર્શન કર્યા સોમનાથ ચોપાટીએ સાંસદ સહિત કોળી-ખારવા માછીમાર સમાજના આગેવાનોએ સ્‍વીમર યુવાનનુ અદકેરૂ સ્‍વાગત કર્યુ હતું. પોતાની તથા પિતાનું સમુદ્ર માર્ગે સોમનાથ આવી મહાદેવના દર્શન કરવાનું સપનું સેવેલ હતું, જે પુર્ણ કરી ઘન્‍યતા પ્રાપ્‍ત કરી હતી.

સ્‍વીમર પ્રભાત રાજુ સ્‍વીમિંગમાં અનેક રેકોર્ડ સ્‍થાપિત કરનાર મુંબઇના મેરેથોન સ્‍વીમર પ્રભાત રાજુ કોળીએ ગીર સોમનાથના ઘામળેજ બંદરથી દરીયાઇ માર્ગે 30 કિલો મિટરનું અંતર માત્ર 5 કલાકમાં કાપીને સોમનાથ ચોપાટીએ પહોંચી મહાદેવને શીશ ઝુકાવી દર્શન કરી વઘુ એક સિઘ્‍ઘી હાંસલ કરી છે. સોમનાથ ચોપાટીએ પહોંચતા જ સાંસદ તથા સ્‍થાનીક ભિડીયા કોળી સમાજના આગેવાનોએ સ્‍વીમરનું હરખભેર સ્‍વાગત કર્યુ હતુ.

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે અલગ અલગ રીતે લોકો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા હોય છે. જેમાં કોઈ પગપાળા કરીને આવે તો કોઇ દંડવત કરીને મહાદેવને શીશ ઝુકાવી દર્શન કરતા હોય છે. પરંતુ મહારાષ્ટ્રના મુંબઇના રહેવાસી માછીમાર કોળી સમાજના મેરેથોન ઓપન વોટર સ્‍વીમર પ્રભાત રાજુ સ્‍વીંમીગ ક્ષેત્રે અનેક સિઘ્‍ઘીઓ હાંસલ કર્યા બાદ તેનું તથા પિતાનું સમુદ્ર માર્ગે સોમનાથ આવી મહાદેવના દર્શન કરવાનું સપનુ સેવેલ જે તેણે આજે પુરૂ કરી બતાવ્‍યું છે. ગીર સોમનાથ જીલ્‍લા સુત્રાપાડાના ધામળેજ બંદરેથી પ્રભાત કોળીએ પરોઢે 5 વાગ્‍યે દરીયામાં કુદીને દરીયાઇ મોજા સાથે બાથ ભિડીને સ્‍વીમિંગ કરતા કરતા 30 કિ.મી નું અંતર કાપી સોમનાથ ચોપાટીએ પહોચ્‍યો હતો. જયારે તેની સાથેના અન્‍ય એક યુવાન નિહાર પાટીલએ 21 કિ.મી. નું અંતર કાપી સોમનાથ પહોચ્‍યો હતો. ત્‍યારે સાંસદ રાજેશ ચુડાસમા સહિત ભિડીયા કોળી સમાજ અને વેરાવળ ખારવા સમાજના જગદીશભાઈ ફોફંડી, લખમભાઈ ભેંસલા તથા અગ્રણીઓએ સ્‍વીમર પ્રભાતનું હારતોરા સાથે સન્માન કરી પ્રોત્સાહન આપ્યુ હતુ. બાદમાં પ્રભાત રાજુએ મંદિરએ જઇ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી દર્શન કરી ઘન્‍યતા પ્રાપ્‍ત કરી હતી. આજે તેનું તથા પિતાનું સપનું પુરૂ કરવા પ્રભાતએ 30 કિ.મી. દરીયાઇ માર્ગ 5 કલાકમાં કાપી સોમનાથ ચોપાટીએ પહોચ્‍યો હતો. અત્‍યાર સુઘીમાં સ્‍વીમર પ્રભાત રાજુએ વર્લ્ડ ઓપન વોટર સ્વીમિંગ એસોસીએશન કેલિફોર્નિયા, યુ.એસ.એ. દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં 6 મોટી ઇવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. જેમાંથી 3 વિશ્વ રેકોર્ડ પણ તેણે પોતાના નામે અંકિત કર્યા છે. ભારતભરમાંથી પ્રભાત રાજુ કોળી એક માત્ર એવો તરવૈયો છે કે, જેણે ઓપન વોટર સ્વીમિંગનો કેપ લોંગ ડિસ્ટન્સ સ્વીમિંગ એસોસીએશન સાઉથ આફ્રિકા દ્વારા સૂવર્ણપદક પ્રાપ્‍ત કરેલ છે. એશિયા ખંડનો સૌથી નાની ઉંમરનો ટ્રીપલ તાજ મેળવનારો તરવૈયો છે. તેણે જર્સી આઇલેન્ડ અને ઓનાકાયા એયરલેન્ડથી મેઈનલેન્ડ સાંટા બાર્બરા સુધી તરવામાં સફળતા મેળવી છે. પ્રભાત રાજુ કોળી લીમકા બુક અને ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાની પ્રતિભા અંકિત કરાવી ચુકયો છે. ત્યારે આ તમામ સિદ્ધિઓ બાદ પ્રભાત ના પિતા અને પ્રભાત નું સપનું હતું કે પ્રભાત સોમનાથ મહાદેવ ના દર્શન સમુદ્ર માર્ગે આવી કરે તે પણ આજે કરી બતાવ્યુ છે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!