30 C
Ahmedabad
Sunday, April 28, 2024

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા (AAI) 400 જુનિયર એક્સિક્યુટિવની ભરતી કરશે


હાલમાં દેશના સૌથી મહત્વના ગણાતા જાહેર સાહસ અને મિનિ રત્નની કેટેગરી એકમાં સામેલ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા જુનિયર એક્સિક્યુટિવ(એર ટ્રાફિક કંટ્રોલ)ની જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. કુલ 400 જગ્યાઓ પર ભરતી થવાની હોય નોકરી શોધી રહેલા યુવાનો માટે આ ખૂબ જ મોટી તક સાબિત થઈ શકે છે. અરજી કરવા માટે અહિયાં આપવામાં આવેલી લિન્ક (www.aai.aero) પર જઈને 15મી જુનથી 17મી જુલાઈ 2022 સુધી અરજી કરી શકે છે.

Advertisement

AAI માં જુનિયર એક્સિક્યુટિવની પોસ્ટ પર અરજી કરવા માગતા ઇચ્છુક ઉમેદવારોએ ફિજીક્સ અને મેથેમેથીક્સ સાથે B.sc અથવા તો એંજિનયરિંગની કોઈ પણ શાખામાં સ્નાતક હોવા જરૂરી છે. તેમજ અંગ્રેજી લખવા અને બોલવાની આવડત હોવી જોઈએ.

Advertisement

ઉમેદવારોની ઉંમર 14-7-2022ના રોજ 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

Advertisement

PWD માટે 10 વર્ષ, SC/ST માટે 5 વર્ષ અને OBC માટે ત્રણ વર્ષની છૂટ આપવામાં આવી છે.

Advertisement

કુલ 400 જગ્યાઓ માટે ભરતી થવાની છે જે પૈકી 163 જગ્યા બિન અનામત છે, જ્યારે 40 જગ્યા આર્થિક રીતે પછાત, 108 જગ્યા OBC, 59 જગ્યા SC, 30 જગ્યા ST અને 4 જગ્યા PWD કેટેગરી માટે અનામત રાખવામાં આવી છે.

Advertisement

ઉપરોક્ત લાયકતા ધરાવતા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. છેલ્લા સેમેસ્ટર કે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા ઉમેદવાર પણ અરજી કરી શકે છે પરંતુ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યાં સુધીમાં છેલ્લું પરિણામ આવી ગયું હોવું જોઈએ. પસંદગીની પ્રક્રિયા ઓનલાઈન પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જેમાં શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ડૉક્યુમેન્ટ વેરિફિકેશન અને વોઇસ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. પસંદગી પામેલ ઉમેદવારને રૂ. 40000-3%-140000નો પે સ્કેલ લાગુ પડશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!