30 C
Ahmedabad
Thursday, May 16, 2024

ગુજરાત રાજ્યમાં કોરોના વિસ્ફોટ, એક્ટિવ કેસોની સંખ્યા 1200ને પાર થઈ


ભારત દેશ અને ગુજરાત રાજ્ય સહિત રાજ્યોને કોરોના વાયરસે પોતાના ભરડામાં લીધા છે. ગુજરાત રાજ્યમાં પણ દિવસે ને દિવસે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને તેના કારણે એક્ટિવ કેસોમાં ભારે વધારો જોવા મળ્યો છે. મળેલી જાણકારી અનુસાર રાજ્યમાં કોરોના વાયરસનાં એક્ટિવ કેસોની સંખ્યા 1200ને પાર પહોંચી છે. જેના કારણે લોકો અને આરોગ્ય તંત્રમાં વધતી જાય છે.

Advertisement

ગુજરાત રાજ્યમાં કોરોનાના આજે નવા 234 પોઝિટિવ કેસ નોંધાયા છે. મળેલી માહિતી અનુસાર આજે એક પણ વ્યક્તિનું કોરોના વાયરસનાં કારણે મોત નિપજયું નથી અને 159 દર્દીઓ કોરોનાને હરાવી સાજા થયા છે. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 128, વડોદરા કોર્પોરેશન 22, સુરત કોર્પોરેશન 27, ભાવનગર કોર્પોરેશન 12, વલસાડ 7, ભરૂચ, ગાંધીનગર કોર્પોરેશન અને સુરતમાં 4-4, જામનગર કોર્પોરેશન, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં 3-3 કેસ નોંધાયા છે. અમદાવાદ, આણંદ, અરવલ્લી, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠામાં 2-2, ભાવનગર, ખેડા, નવસારી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો હતો. આમ રાજ્યમાં કુલ કોરોના વાયરસનાં 234 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાયરસનાં કુલ 1261 એક્ટિવ કેસ છે. જે પૈકી 6 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત 1255 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,192 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયા છે. કોરોનાના રિકવરી રેટની વાત કરીએ તો તે પણ ઘટીને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!