32 C
Ahmedabad
Wednesday, May 15, 2024

‘અગ્નિપથ’ વિરોધમાં કોંગ્રેસનો જંતર-મંતર પર સત્યાગ્રહ, અગ્નિપથ વિરોધી પ્લેકાર્ડ લઈને પ્રિયંકા સાથે બેઠેલા નેતાઓ


નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ વધી રહ્યો છે. આ યોજના પાછી ખેંચવા માટે દેશના ઘણા રાજ્યોમાં મોટા પાયે પ્રદર્શન થઈ રહ્યા છે. દરમિયાન કોંગ્રેસે ‘અગ્નિપથ’ યોજના સામે વિરોધ શરૂ કર્યો છે. કોંગ્રેસ અગ્નિપથ યોજના વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર સત્યાગ્રહ આંદોલન કરી રહી છે.

Advertisement

કોંગ્રેસના આ સત્યાગ્રહમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ ‘અગ્નિપથ’ યોજનાને પાછી ખેંચવાની માંગણીના આંદોલનમાં ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી સાથે અગ્નિપથ વિરોધી પ્લેકાર્ડ લઈને બેઠા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ આંદોલનને સમર્થન આપ્યું છે.

Advertisement

આ ‘સત્યાગ્રહ’માં પ્રિયંકા ગાંધી, અધીર રંજન ચૌધરી, કેસી વેણુગોપાલ, હરીશ રાવત, અજય માકન સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ પ્રદર્શનમાં સામેલ થઈ શકે છે. પ્રદર્શનને જોતા અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

Advertisement

આ દરમિયાન રાહુલ ગાંધીએ ફરી એકવાર અગ્નિપથ યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે ટ્વિટ કર્યું કે વારંવાર નોકરીની ખોટી આશા આપીને વડાપ્રધાને દેશના યુવાનોને બેરોજગારીના ‘ફાયરપાથ’ પર ચાલવા મજબૂર કર્યા છે. 8 વર્ષમાં 16 કરોડ નોકરીઓ આપવાની હતી પરંતુ યુવાનોને માત્ર પકોડા તળવાનું જ્ઞાન મળ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!