37 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી જિલ્લા ખાતે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતા સિકલસેલ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ યોજાયો


ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવતા સિકલસેલ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર. જી. શ્રીમાળી તથા એપેડેમીક મેડીકલ ઓફિસર ડો. જીજ્ઞાબેન જયસ્વાલના માર્ગદર્શન હેઠળ 19 જૂન રવિવારના રોજ વિશ્વ સિકલસેલ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામની ઉજવણી મેઘરજ તાલુકાના તાબા હેઠળ આવતા 18 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી.જેમાં દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ સ્ટાફ તેમજ ગામના લોકોને બહોળા પ્રમાણમાં બોલાવીને સિકલસેલ રોગ વિશે સમજણ આપવામાં આવી હતી. આ પ્રોગ્રામમાં 883 સગર્ભા માતાઓ 162 સિકલસેલ ડિસીઝ દર્દીઓનું રજીસ્ટ્રેશન કરી મેડિકલ ઓફિસરઓ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.અને સગર્ભા માતાઓને લેટેસ્ટ જેવા કે (એચબી, આર. બી.એસ. બ્લડ ગ્રુપ, સિકલસેલ ડીટીટી ટેસ્ટ) લેવા અન્ય જેવા લેબટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. અને ત્યાર બાદ સ્ટાફનર્સ દ્વારા તમામ સગર્ભા માતાઓને બાળકોના ધબકારાની તપાસ કરવામાં આવી હતી. ભિલોડા તાલુકામાં નવા શોધાયેલા સિકલસેલ ડિસીઝ દર્દીઓ તથા સિકલ સેલ ટ્રેટ દર્દીઓને ભિલોડા તાલુકા આરોગ્ય અધિકારીદ્વારા સિકલસેલ રોગના ઓળખકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. સિકલ સેલ એનિમિયા ના કંટ્રોલ પ્રોગ્રામના કાઉન્સિલર દ્વારા સિકલસેલ એનીમિયા દર્દીઓને કેવી સંભાળ લેવી જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ રોગને આગળ વધતો અટકાવવા માટે જીવનસાથીની પસંદગી સમય લેવાની કાળજી વગેરે બાબતો વિશે જાણકારી આપી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!