38 C
Gujarat
Sunday, July 12, 2026
Home પીપલ #InternationalDayofYog : સાબરકાંઠાના હિંમતનગરમાં 61 વર્ષીય વડીલ મહેન્દ્રસિંહ રાજપૂત 25 વર્ષથી કરી...

#InternationalDayofYog : સાબરકાંઠાના હિંમતનગરમાં 61 વર્ષીય વડીલ મહેન્દ્રસિંહ રાજપૂત 25 વર્ષથી કરી રહ્યા છે પાણીમાં યોગ

0
192

છેલ્લા 15 વર્ષથી હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલ સાબર સ્ટેડિયમ ના સ્વિમિંગ પુલમાં પાણીમાં કરી રહ્યા છે યોગ

ઋષિ-મુનિ અને યોગી પહેલા યોગ કરતા હતા તેઓ પાણી પર ચાલી શકતા અને કલાકો સુધી પાણીની અંદર રહિ શકતા હતા.

જુઓ મહેન્દ્રસિંહના પાણીમાં યોગ

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે ત્યારે હિંમતનગર ના 61 વર્ષિય મહેન્દ્ર સિંહ રાજપુત કે જેઓ જમીન પર યોગ તો કરે છે પરંતુ પાણીમાં પણ યોગ કરે છે.આમતો મહેન્દ્રસિંહ 25 વર્ષથી પાણી અને જમીનમાં યોગ કરે છે પરંતુ છેલ્લા 15 વર્ષથી સાબર સ્ટેડિયમ ખાતે બનેલ સ્વીમીંગ પુલ માં જઈને તેઓ પાણી યોગ કરે છે અને લોકોને પણ શિખવે છે.યોગ કરવાથી અનેક રોગ માંથી મુક્તિ મળતી હોય છે તો મન પણ પ્રફુલિત તો માનસિક અને શારીરીક આરોગ્ય પણ સારુ રહે છે જેથી મહેન્દ્ર સિંહ કોરોના મહામારીમાં પણ યોગ કરી કોરોનાથી બચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!