35 C
Ahmedabad
Sunday, May 19, 2024

સાબરકાંઠા બેંકની 64મી વાર્ષિક સાધારણ સભા હર્ષ ઉલ્લાસ સાથે સંપન્ન : ચેરમેન મહેશ પટેલ સરકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવા કટિબદ્ધ


સમગ્ર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન તેમજ લોક હૃદયમાં સ્થાન પામેલી ઘી સાબરકાંઠા જિલ્લા મઘ્યસ્થ સહકારી બેંક લી.હિંમતનગરની 64મી વાર્ષિક સાધારણ સભા બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સ્વામીનારાયણ મંદિર કાંકણોલ હિંમતનગર મુકામે શનિવારે બેંકના બહોળા સભાસદ સમુદાય વચ્ચે યુવા અને ઉત્સાહી ચેરમેન મહેશભાઇ અમીચંદભાઇ પટેલના પ્રમુખ સ્થાને યોજાઈ હતી .

Advertisement

સાબરકાંઠા બેંકની 64મી વાર્ષિક સાધારણ સભાની શરૂઆતમાં કોરાના કાળમાં મૃત પામેલ સદ્ગત અસંખ્યા આત્માઓની શાંતિ માટે તેમજ બેંકના પૂર્વ ડીરેક્ટર સ્વ.હિરાભાઈ રેવાભાઇ પટેલ , સ્વ.અંબાલાલભાઈ જયશંકરભાઈ ઉપાઘ્યાય , તથા પૂર્વ મેનેજર સ્વ.જીતુભાઇ માધાભાઇ પટેલને બે મીનીટ મૌન પાળી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે સભામાં ઉપસ્થિત સાંસદ દીપસિંહ રાઠોડ,હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલને ચેરમેન મહેશભાઈ પટેલે ફુલહાર , શાલ અને મોમેન્ટો આપી સ્વાગત કરી સન્માન કરેલ ,ત્યારબાદ ચાલુ વર્ષે ગુજકોમાસોલની નિયામક મંડળની ચુંટણીમાં ડીરેકટર તરીકે સતત બીજીવાર બિનહીરફ વરણી થવા બદલ બેંકના ચેરમેન મહેશભાઈ અમીચંદભાઇ પટેલ તથા ડીરેકટર જગદીશભાઇ શામજીભાઇ પટેલનું પુષ્પહાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું

Advertisement

આ પ્રસંગે બેંકના ચેરમેન મહેશ પટેલે સરકારની વિવિધ ખેડૂત – લક્ષી યોજનાઓ જેવીકે પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજના , પ્રધાનમંત્રી જીવન જયોત તથા પ્રધાનમંત્રી જીવન સુરક્ષા યોજના તથા અટલ પેન્શન યોજનાઓની વિસ્તૃતછણાવટકરી ખેડૂતોને લાભ લેવા જણાવેલ બેંકના ચેરમેનશ્રી દ્વારા ડીજીટલ ટ્રાન્ઝેક્શન થકી મળતા લાભો જેવા કે રૂપે કાર્ડ દ્વારા ટ્રાન્ઝેકશન કરવાથી મળતા વિમાના તેમજ અન્ય લાભો વિશે વિસ્તૃત જાણકારી આપવા આવી હતી તેમજ માઇક્રો એ.ટી.એમ.દ્વારા ડીઝીટલ ટ્રાન્ઝેકશન કરવા આહવાન કરવામાં આવેલ વળી ડીઝીટલ વ્યવહાર થકી ચોરી જેવા બનાવોથી કેવી રીતે બચી શકાય છે તેની વિગતે સમજ આપવામાં આવેલ ખેડૂતોને સરકારની તમામ યોજનાઓનો લાભ મળી શકે તે માટે બેંક થકી મદદરૂપ થવાય તેવા પ્રયત્નો કરવાની હૈયા ધારણ આપી સરકાર દ્વારા વન બેંક વન બોરોઅર યોજના મુકવામાં આવેલ છે ખેડૂતોને વન બેંક વન બોરોઅર યોજનામાં આવવા માટે લોન દ્વારા સાબર તત્કાલ યોજના મુકવામાં આવી જેનો ખેડૂતોએ મોટા પ્રમાણમાં આ યોજનાનો લાભ પ્રાપ્ત થયો હોવાનું જણાવ્યું હતું

Advertisement

બેંકની સાધારણ સભામાં એજન્ડા ઉપરની તમામ કાર્યવાહી બેંકના ચીફ એકઝીકયુટીવ એચ.પી.નાયક દ્વારા હાથ ધરાતા તમામ સભાસદોએ આ તમામ કામોને સર્વાનુમત્તે અનુમોદન આપતાં સાત્વીક સહકારીતાના અદભૂત દર્શન કરાવડાવેલ .અંતમાં બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ એન.ભાટીએ ઉપસ્થિત તમામ સભાસદોનું તથા સહકારી આગેવાનોનો આભાર માની મીટીંગનું કામકાજ પૂર્ણ થયેલ જાહેર કરેલ .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!