28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

Ukraine Russia War : લોકોથી ભરેલા મોલ પર રશિયન મિસાઈલ હુમલો, 11ના મોત, 40 ઘાયલ, જુઓ Video


કિવ : યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે, આ વચ્ચે વધુ એક મીસાઈલ હુમલો થતાં 11 લોકોના મોત નિપજ્યા છે. યુક્રેનના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મધ્ય શહેર ક્રેમેનચુકમાં ભીડવાળા શોપિંગ સેન્ટર પર રશિયન મિસાઇલ હુમલામાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા છે જ્યારે 40 ઘાયલ થયા છે.

Advertisement

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી દ્વારા બહાર પાડવામાં આવેલા ફૂટેજમાં હુમલા બાદ આકાશમાં આગ અને ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement

સેન્ટ્રલ પોલ્ટાવા પ્રદેશના ગવર્નર દિમિત્રો લુનિને ટેલિગ્રામ પર લખ્યું કે, લોકોથી ભરેલા શોપિંગ સેન્ટર પર બેવડા મિસાઈલ હુમલામાં 11 લોકોના મોતની હવે પુષ્ટિ થઈ છે. બચાવકર્તા ધુમાડાના કાટમાળમાંથી શોધવાનું ચાલુ રાખશે અને વધુ મૃતદેહો મળવાની શક્યતા છે.

Advertisement

તેમણે કહ્યું કે, “તે નાગરિકો વિરુદ્ધ આતંકવાદનું કૃત્ય છે,”  સાથે જ ઉમેર્યું કે, નજીકમાં કોઈ સૈન્ય ટુકળી નહોતી જેને લઇને લોકોને ટાર્ગેટ કરવા માંગે છે રશિયા

Advertisement

ફાયર વિભાગની ટીમ અને સૈનિકો બચી ગયેલા લોકોની શોધમાં ધાતુના તૂટેલા ટુકડાઓ દૂર કરતા જોવા મળ્યા હતા. પ્રાદેશિક બચાવ સેવાના વડાએ ટેલિવિઝન પર કહ્યું, “અમને ખબર નથી કે કેટલા લોકો કાટમાળમાં છે.”

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા તમામ સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોલો કરો… Mera Gujarat

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!