32 C
Ahmedabad
Thursday, May 16, 2024

બિનવારસી હાલતમાં મળેલા મનોદિવ્યાંગ યુવાનનો પરિવારજનો સાથે મેળાપ કરાવતી પોલીસ


વાસણા હડમતિયાના નીલકંઠ મહાદેવ પાસેથી મધરાતે મળી આવેલા માનસિક અસ્થિર યુવાનના પરિવાતજનોને સે.7 પોલીસે ગણતરીના સમયમાં શોધી કાઢ્યાં : પોલીસની પ્રસંશનિય કામગીરી

Advertisement

ગાંધીનગર નજીક સરગાસણ ખાતે આવેલા વાસણા હડમતિયાના નીલકંઠ મહાદેવ પાસે ગઈ મોડીરાત્રે એક બિનવારસી માનસિક રીતે સાધારણ મનોદિવ્યાંગ જણાતો યુવાન સેકટર-7 પોલીસને મળી આવ્યો હતો. પોલીસ દ્વારા આ અંગે ત્વરિત કામગીરી કરી યુવાનના પરિવારજનોને શોધીને તેમને સોંપવામાં આવતા પરિવારજનો ગદગદિત થઈ ગયા હતાં.

Advertisement

ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ. આઈ. મૂલિયાણા અને દિલીપસિંહ મહોતજી, અ. પો. કો. નિરવ કુમાર દશરથભાઈ, વિજયસિંહ ગુલાબસિંહ, અનિલભાઈ કાળાભાઈ વગેરે ગઇ કાલે જ્યારે પોતાની ફરજ ઉપર હતા તે દરમિયાન મધ્યરાત્રીએ પીસીઆર વાન એક મનસિક રીતે સાધારણ મનોદિવ્યાંગ જણાતાં યુવાનને લઈને આવી હતી. નીલકંઠ મહાદેવના મંદિર પાસેથી મળી આવેલા આ યુવાનને તેનું નામ-સરનામું પૂછતા દરેક વખતે તે અલગ અલગ વિગતો આપતો હોવાથી પોલીસને તે માનસિક રીતે વિશિષ્ટ હોવાની પ્રતીતિ થઇ હતી. જોકે પોલીસ દ્વારા વિવિધ યુક્તિ-પ્રયુક્તિ અને લાંબા સમયની જહેમત બાદ એક નવો પ્રયોગ કરવામાં આવ્યો હતો જેમાં યુવાનને મોબાઇલ ફોન આપીને તેના ઘરનો નંબર ડાયલ કરવા જણાવાયું હતું. યુવાને વિવિધ અધુરાં અલગ અલગ નંબરો ડાયલ કર્યા હતાં જે પૈકી એક નંબર સાચો લાગી જતાં તે યુવાનના પરિવારજનોનો સંપર્ક થયો હતો અને પોલીસની આ ટીમને સફળતા પ્રાપ્ત થઈ હતી.

Advertisement

પોલીસને મળી આવેલ બિનવારસી સામાન્ય અસ્થિર મગજના યુવાનનું નામ ઋત્વિકભાઈ ખેમચંદભાઇ પંચાલ છે અને ગણતરીના સમયમાં પોલીસે તેના પરિવાર સાથે તેનો મેળાપ કરાવતા યુવાનના પરિવારજનો ગદગદિત થયાં હતા અને તેમણે પોલીસનો આભાર માન્યો હતો. પોલીસની આ ટીમે પણ યુવાનનું ઓળખનું જરૂરી વેરિફિકેશન કરીને યુવાનને પરિવારજનોને સોંપવા સાથે એક સારૂ કાર્ય કર્યાનો સંતોષ માનીને રાહતનો શ્વાસ લઈને લીધો હતો.

Advertisement

આખો પરિવાર સવારથી શોધખોળ કરતો હતો

Advertisement

પોલીસને મળી આવેલા યુવાનોના પરિવાર૫જનો પૈકી અમદાવાદના ચાંદલોડિયા ખાતે રહેતા આ યુવાનના ભાઈ અલ્પેશભાઈ ખેમચંદભાઈ પંચાલને પોલીસે રાત્રેને રાત્રે જ સેક્ટર-7 પોલીસ મથક ખાતે બોલાવીને મળી આવેલાં યુવાન સાથે ઓળખવિધિ કરાવતા તે પોતાના મોટાભાઈ ઋત્વિકભાઈ ખેમચંદભાઈ પંચાલ (ઉં. વ. 22) હોવાનું જણાવ્યું હતું અને તેઓ સામાન્ય અસ્થિર મગજના હોવાને કારણે આ રીતે અવારનવાર ઘરેથી નીકળી જાય છે. ગઈ કાલે મંગળવારે પણ સવારના ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગયાં હતા જેથી આખો પરિવાર સવારથી તેમની શોધખોળ કરતો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!