28 C
Ahmedabad
Monday, May 6, 2024

રાજ્ય સરકારે શહેરી વિકાસ યોજના માટે 255 કરોડની ફાળવણી કરી, 3 હજાર કરતા વધારે કામોને મંજૂરી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી 255.76 કરોડ રૂપિયાના કુલ 3050 કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદ અને જામનગર એમ બે મહાનગર પાલિકા તથા બારેજા અને કરજણ નગરપાલિકાની ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારી યોજના હેઠળ મુખ્યમંત્રીએ વિકાસકામોની મંજૂરી આપી છે.

Advertisement

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગપાલિકાના સાત ઝોનમાં રૂપિયા 195.25 કરોડની મંજૂરી આપી છે, જેના થકી 59 હજાર પરિવારોને લાભ મળશે. આ વિકાસ કામોમાં પાવર બ્લોક-આર.સી.સી રોડ-પીવાના પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન તથા સ્ટ્રીટ લાઇટ જેવા જનહિત કામો ખાનગી સોસાયટીઓમાં હાથ ધરાશે.

Advertisement

ક્યાં કેટલા કામોને મંજૂરી મળી

Advertisement

અમદાવાદ મનપાના સાત ઝોનમાં રૂપિયા 195.25 કરોડની મંજૂરી
59 હજાર પરિવારોને લાભ
પાવર બ્લોક-આર.સી.સી રોડ-પીવાના પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન તથા સ્ટ્રીટ લાઇટના કામો
જામનગર મહાનગર પાલિકામાં પણ રૂ. 43.85 કરોડના કાર્યોને મંજૂરી
કરજણ નગર પાલિકાના રૂ. 2 કરોડ 79 લાખના ખર્ચે થનાર 33 કાર્યો ને મંજૂરી
બારેજા નગર પાલિકામાં 12 વિકાસ કાર્યોની મંજૂરી

Advertisement

આ ઉપરાંત જામનગર મહાનગર પાલિકામાં પણ રૂ. 43.85 કરોડના અને કરજણ નગર પાલિકાના રૂ. 2 કરોડ 79 લાખના ખર્ચે થનાર 33 અને બરેજા નગર પાલિકામાં 12 વિકાસ કાર્યોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Advertisement

આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં રસ્તાના કામો માટે રાજ્ય સરકાર, સોસાયટી અને સ્થાનિક સંસ્થા વચ્ચે કુલ ખર્ચ 70:20:10 મુજબ ભોગવવાની જોગવાઇ કરવામાં આવેલી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!