37 C
Ahmedabad
Monday, April 29, 2024

શું તેમ જાણો છો કેરીની ગોટલી એટલે સ્વાસ્થ્ય ના ખજાના ની પોટલી વિશે, જો ના જાણતા હોય તો વાંચો


કેરીની ‘ગોટલી’

Advertisement

કેરીની ‘ગોટલી’ અટલે સ્વાસ્થ્યના ખજાનાની ‘પોટલી’

Advertisement

કેરી ખાવાથી અનેક ફાયદા થાય છે તે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ, પરંતુ કેરીની ગોટલી સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક ગણવામાં આવે છે, તેને ખાવાથી અનેક રોગોમાંથી મૂક્તિ મળે છે અને સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

Advertisement

કેરીની ગોટલી માત્ર એક મુખવાસ જ નથી પણ તમારા આરોગ્યની પોટલી પણ છે. ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન કરવામાં આવ્યું છે જે પ્રમાણે કેરીની ગોટલી માનવ શરીરને ખૂબજ લાભ કરાવનારી સાબિત થાય છે.

Advertisement

ગોટલીમાં સમાયેલા છે કેટલાક ઔધષિય ગુણોઃ

Advertisement

દેશમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન’ બી-૧૨’ની ઉણપ હોય છે. કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાં ‘વિટામિન બી-૧૨’ ભરપુર પ્રમાણમાં હોય છે.(સંકલન:SARAS:આપણું ગામ)

Advertisement

ગોટલીમાં ૫૦ ગણા વધુ પોષક તત્વો હોય છે

Advertisement

કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ‘ફાઈટોકેમિકલ્સ’ છે. ગોટલીમાં સમાયેલા આ બધાં ઘટકો વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે.

Advertisement

100 ગ્રામ કેરીની ગોટલીમાંથી 2 કિલો કેરીના રસ કરતાં પણ વધારે પોષક તત્ત્વો મળી રહે છે.

Advertisement

માનવ શરીર માટે જરૂરી એવા 20 જેટલા એસિડમાંથી 9 એસિડ શરીરમાં બનતા નથી અને આ નવ એસિડમાં ફીનાઇલ એલનીન, વેલીન, થ્રિઓનીન, ટ્રિપટોફન, મેથેઓનીન, લ્યુસીન, આઈસોલ્યુસીન, લાયસિન અને હિસ્ટીડિનનો સમાવેશ થાય છે.જે ગોટલીમાંથી મળવા પાત્ર છે.

Advertisement

કેરીની ગોટલીમાં મોટા પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. એમિનો એસિડમાંથી તૈયાર થતા પ્રોટીન શારીરની દરેક ક્રિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

Advertisement

બીજા શબ્દોમાં કહીએ તો જુદા જુદા એમિનો એસિડની ચેઇન પ્રોટીન જ છે અને શરીરના સ્નાયુઓ પણ પ્રોટીનથી બનેલા હોય છે.

Advertisement

કેરીની ગોટલીમાંથી વિટામીન C, K અને E મળે છે જે શરીરમાંથી કચરો દૂર કરનારા એન્ટિઓક્સિડન્ટ તરીકે ભૂમિકા ભજવે છે.

Advertisement

કેરીની ગોટલીમાંથી સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, જસત અને મેંગેનીઝ જેવા ખનિજ તત્ત્વો પણ મળી રહે છે.

Advertisement

કાજુ બદામ કરતા પણ વધારે પોષક તત્ત્વો કેરીની ગોટલીમાં રહેલા છે અને કેરીની ગોટલી ખાવાથી શરીરમાં ચરબી પણ વધતી નથી.

Advertisement

કેરીની ગોટલીમા સ્ટર્સના રૂપમાં કાર્બોહાઈડ્રેટ હોવાથી તેનો ઉપયોગ ઘઉંના લોટના વિકલ્પ તરીકે પણ કરી શકાય છે. તો બીજી તરફ ગોટલીમાં મેગ્નિફેરીન નામનું ઘટક હોવાથી તે ડાયાબિટીસ પર પણ અંકુશ રાખે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!