30 C
Ahmedabad
Sunday, May 5, 2024

Action Film નું દ્રશ્ય જોતા હોય તેમ વાહન ચાલકોની આંખો પહોળી થઈ : માલપુર નજીક મોર ડુંગરી નજીક હવામાં કાર ફંગોળાઈ કડૂચલો


અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી વાહનચાલકો પુરપાટ ઝડપે વાહન હંકારી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે હાઈવે માર્ગ પર સતત અકસ્માતની ઘટનાઓ બની રહી છે માલપુરના મોર ડુંગરી નજીક જલારામ મંદિર નજીકથી પસાર થતી કાર ત્રણ ચાર પલ્ટી ખાઈ હવામાં ફંગોળાતા રોડ નજીક આવેલી ખાઈમાં કાર ખાબકતા કારનો બુકડો બોલાઈ ગયો હતો કારમાં સવાર બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અકસ્માતની ઘટનાના પગલે માલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,સુરત પંથકના યુવકોની કાર માલપુરના મોર ડુંગરી નજીક પલ્ટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો પૂરપાટ ઝડપે કાર હંકારતા કાર ચાલકને ઝોકું આવી જતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર જલારામ મંદીર નજીક ત્રણ-ચાર પલ્ટી ખાઈ હવામાં ફંગોળાઈ રોડ નજીક ખાઇમાં ખાબકતા રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા અક્સ્માતની ઘટનાની જાણ 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સને કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે ખસેડી દીધા હતા કાર ત્રણ ચાર પલટી ખાઈ જતા કારનો કડૂચાલો વળી ગયો હતો સદનસીબે જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!