37 C
Ahmedabad
Sunday, May 5, 2024

ઇડર તાલુકાના ચાંપડ ગામની સીમમાં યુવતીની હત્યા કરનાર પ્રેમીને દબોચી લીધો : યુવતીને અન્ય યુવક સાથે પ્રેમ હોવાનો વ્હેમમાં હત્યા


પરિવારે દીકરી ને ન્યાય માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ માં કેશ ચલાવવા માટે તંત્ર સામે માંગ

Advertisement

ઇડર તાલુકાના ચાંપડ ગામની સીમમાંથી 17 વર્ષીય સગીર યુવતીની લાશ મળી આવતા ભારે ચકચાર મચી હતી સગીરાની હત્યાના પગલે ઇડર પોલીસ સહીત જીલ્લા એલસીબી અને એસઓજી પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી ગણતરીના કલાકોમાં યુવતીની હત્યા કરનાર સગીરાના પ્રેમીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ હત્યાના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો ઇડર કેશરપુરાના હત્યારા પ્રેમી યુવક વિપુલસિંહ દીપસિંહ ઝાલાને ફાંસીની સજા કરવામાં આવેની માંગ સગીરાના પરિવારજનોએ કરી હતી

Advertisement

ઇડર તાલુકાના ચાંડપ ગામમાં શનિવારે બપોરે ખેતરમાં ભેંસોને ચારો પાણી નીરવા ગયેલ 18 વર્ષીય યુવતીને દુપટ્ટાથી ગળામાં બે ગાંઠ મારી હત્યા કરવાના પ્રકરણમાં મૃતકના પરીજનોને અંગુલીનિર્દેશ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરી હત્યારા 26 વર્ષીય યુવકને ઝડપી લીધો હતો. યુવતીને છેલ્લા બે વર્ષથી વિપુલસિંહ દીપસિંહ ઝાલા સાથે પ્રેમ સંબંધ હોવાની માહિતી મળતા પોલીસે વિપુલસિંહ ઝાલાની આગવી ઢબે પૂછપરછ કરતા બીજા સાથે સંબંધ હોવાની શંકાને લઈ બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ દુપટ્ટાથી ગળે ફાંસો લગાવી હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. યુવતીની લાશ મળવાના ગણતરીના કલાકોમાં ઇડર પોલીસે હત્યારા યુવકને સળિયા પાછળ ધકેલ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!