33 C
Ahmedabad
Tuesday, April 30, 2024

Monsoon Red Alert : અરવલ્લીના ભિલોડામાં વરસાદ, ગોવિંદનગરમાં ઘરોમાં પાણી ભરાયા


અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા રેડ એલર્ટને પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના ભિલોડા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને ભિલોડા નગરમાં ધોધમાર વરસાદ વરસ્યો તો આસપાસના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસવાની શરૂઆત થઇ છે. ભિલોડામાં ધોધમાર વરસાદ વરસતા નીચાવણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે.

Advertisement


ભિલોડા નગરના શામળાજી – ભિલોડા રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ છે. હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે ભિલોડા પંથકમાં વરસાદ વરસવાની શરૂઆત થઇ છે, જેમાં ભિલોડા નગરના ગોવિંદનગરના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે, કાચા મકાનોમાં પાણી ઘૂસી જવાની સમસ્યઓ સર્જાવા પામી છે. ગોવિંદનગના કાચા મકાનોમાં પાણી ભરાઈ જતાં લોકોએ હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે. ઘરોમાં પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોને નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે, તો ભિલોડા નગરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં પણ પાણી ભરાઈ ગયા હતા. હજુ પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે, જેને લઇને લોકોની ચિંતામાં પણ વધારો થયો છે, તેમાંય ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેલા લોકોની મુશ્કેલી વધવાની શક્યતાઓ છે. ભારે વરસાદ થાય તો આવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!