અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, કારગિલ વિજય દિવસને લઇને શહેરના ઉમા હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જિલ્લા કક્ષાનો કેમ્પ મોડાસા તેમજ જિલ્લાના તમામ તાલુકા મથકે રક્તદાને કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આયોજિત કરાયો હતો, જેમાં 100 જેટલી રક્તની બોટલ એકત્રિત કરાઈ હતી. કારગિલ વિજય દિવસને લઇને આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઇને જિલ્લા કલેક્ટરને રક્દાને કેમ્પની મુલાકાત કરી હતી, જેમની સાથે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.જી.શ્રીમાળી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસાના ઉમા હોલ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં મોડાસા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ વનીતાબહેન પટેલ તેમજ શહેરના અગ્રણીઓ તેમજ તબીબીઓ રક્તદાન કરીને મહાદાન કર્યું હતું. મોડાસાના ઉમા હોલ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ જિલ્લાના ધનસુરા, ભિલોડા, બાયડ, માલપુર, અને મેઘરજ ખાતે પણ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા. શહીદ જવાનોની યાદમાં આ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. કોઇપણ વ્યક્તિને ઇમરજન્સી સમયે તાત્કાલિક રક્ત મળી રહે તે માટે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો.