asd
28 C
Ahmedabad
Sunday, September 8, 2024

અરવલ્લી : BJP પ્રમુખ રાજેન્દ્ર પટેલે જીતપુર ગ્રામજનો સાથે મેરેથોન બેઠક પછી ચૂંટણી બહિષ્કાર એલાન પરત લીધું


 

Advertisement

મોડાસા તાલુકા વિકાસ અધિકારી અને તંત્ર જીતપુર ગ્રામજનોની બેઠક નિષ્ફળ રહી હતી, પડતર માંગણીઓ પર લેખીત બાહેંધરી પર વાત અટકી હતી

Advertisement

જીતપુર ગ્રામજનો ગ્રામ પંચયાતના વિભાજન અને વિકાસના કામો સહિત પડતર પ્રશ્નોની ઝડપથી નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી

Advertisement

જીતપુર ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પરત લેતા ઘીના ઠામમાં ઘી ઠરતા તંત્ર અને ભાજપના અગ્રણીઓને હાશકારો

Advertisement

મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના વતનની ગ્રામ પંચયાત જીતપુર ગામના લોકોએ જીતપુર ગ્રામ પંચયાત વિભાજન અને રોડ,ગટર લાઇન સહીત વિકાસના કામોમાં મંત્રીના સરપંચ પુત્ર પુત્રવધૂએ દસ વર્ષમાં ભેદભાવ રાખ્યો હોવાના આક્ષેપ સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા તાલુકા વિકાસ અધિકારી સહિત તંત્ર જીતપુર ગ્રામજનો સાથે બેઠક કરી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો જો કે ગ્રામજનોએ લેખિત બાહેંધરી માંગતા સમધાનની ફોર્મ્યુલા નિષ્ફળ રહી હતી બીજીબાજુ પૂર્વ સરપંચ અને મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારે મીડિયા સમક્ષ ગામલોકોએ કરેલ આક્ષેપ પાયા વિહોણા હોવાનો ખુલાસો કરી સૌથી વધુ વિકાસના કામો જીતપુર ગામ માં થયાનું જણાવી ઉતાવળમાં હલકી રાજનીતિ કરતા હોવાના બદલે આક્ષેપ કરનાર લોકો હલકી માનસિકતા ધરાવતા હોવાનું નિવેદન કરતા બૂમરેંગ સાબિત થતાં જીતપુર ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જીતપુર ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર અંગે ટસના મસના થતાં જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ જીતપુર ગામમાં પહોંચી મેરેથોન બેઠક યોજી પડતર માંગોને લઈને હૈયાધારણા આપતા ચૂંટણી બહિષ્કારની ચીમકી પરત લીધી હતી

Advertisement

મોડાસા તાલુકાના જીતપુર ગામના ગ્રામજનોને વિધાનસભાની ચૂંટણીમાં મંત્રી ભીખુસિંહ પરમારે જીતપુર ગ્રામ પંચયાત અલગ કરવાનો વાયદો કર્યા બાદ દોઢ વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં ગ્રામ પંચાયત વિભાજન ની કામગીરી ન થતાં ગામલોકોએ શુક્રવારે ગામના ચોકમાં એકઠાં થઈ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી ગામનો વિકાસમાં ભેદભાવનો આક્ષેપ કરવામાં આવ્યો હતો તંત્ર ગ્રામજનોને સમજાવવામાં નિષ્ફળ રહેતા આખરે જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ રવિવારે સાંજે જીતપુર ગામમાં પહોંચી ગામલોકો સાથે બેઠક યોજી હતી શરૂઆતમાં ગામલોકો તેમની પડતર માંગણીઓને લઈને લેખિત બહેધરીની માંગ કરતા અને પૂર્વ સરપંચ કિરણસિંહ પરમારે ગામલોકો માટે ઉચ્ચારેલ શબ્દ પ્રયોગથી ગામલોકોમાં આક્રોશના પગલે બેઠક નિષ્ફળ થાય તેવા એંધાણ સર્જાયા હતા જીલ્લા ભાજપ પ્રમુખે કુનેહપૂર્વક ચાર કલાક સુધી ગામલોકો સાથે બેઠક યોજી ગ્રામજનોને સમજાવવામાં સફળ રહેતા અને તેમની પડતર માંગણીઓ લોકસભાની ચૂંટણી બાદ ઝડપથી નિરાકરણ લાવવાની હૈયાધારણા આપતા ભાજપ પ્રમુખ અને ગામલોકો વચ્ચે સુખદ સમાધાન થતાં જીતપુર ગ્રામજનોએ લોકશાહીના પર્વમાં મતદાન કરવાનો નિર્ણય કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી પરત ખેંચતા ભાજપ અને વહિવટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!