અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચૂંટણીમાં કાયદો અને સ્થિતિ જળવાઈ રહે તે માટે ગંભીર ગુન્હા આચરી નાસતા-ફરતાં આરોપીઓને ઝડપી પાડવા જીલ્લા પોલીસતંત્ર સતત દોડાદોડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે મોડાસા ટાઉન પોલીસે અપહરણ અને દુષ્કર્મના આરોપી જાવેદખાન મકરાણીને ગણતરીના દિવસોમાં રાણાસૈયદ સર્કલ નજીકથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મોડાસા શહેરની સહારા સોસાયટીમાં રહેતા જાવેદખાન અહેમદખાન મકરાણી સામે થોડા દિવસ અગાઉ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને અપહરણનો ગુન્હો નોંધતા જાવેદખાન ફરાર થઈ ગયો હતો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગંભીર ગુન્હો નોંધતા ટાઉન PI કે.ડી.ગોહિલ અને તેમની ટીમે આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કરી ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારો સક્રિય કરતા જાવેદખાન મકરાણી તેના ઘરે આવવાનો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસે રાણાસૈયદ ચોકડી નજીક વોચ ગોઠવી નાકાબંધી કરી જાવેદખાન મકરાણીને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધારી ગણતરીના દિવસોમાં દુષ્કર્મ અને અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો