ગુજરાત રાજ્યમાં ધાડ, લૂંટ, ઘરફોડ ચોરીઓ તેમજ વાહન ચોરીઓ કરી સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંતક મચાવનાર (આંતરરાજય ગેંગ) મધ્યપ્રદેશ રાજયના ધાર જીલ્લાના કાકડવા ગામની ખૂંખાર ગેંગને પંચમહાલ જીલ્લા એલબીસી પોલીસે ઝડપી પાડી છે.સાથે સાથે ગાંધીનગર, રાજકોટ, અમદાવાદ શહેર-રૂરલ, સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, ખેડા, ભરૂચ, મોરબી વિગેરે જિલ્લાના અનડિટેકટ ગુનાઓને ડિટેકટ કરવામા સફળતા મળી છે.
પંચમહાલ ગોધરા રેન્જ નાચબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા દ્વારા આપેલા માર્ગદર્શન અને સુચના મુજબપોલીસ અધિક્ષક હિમાંશુ સૌલંકી સાહેબ નાઓએપોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમાર એલ.સી.બી. ગોંધરા નાઓને મિલ્કત સંબઘી ગુનાઓ તથા વાહન ચોરીના ગુન્હાઓ બનતા અટકાવવા તથા બનેલા વણશોંઘાયેલા મિલ્કત સંબધી ગુનાઓ તેમજ વાહન ચોરીના ગુનાઓ ડીટેકટ કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને બાતમી મળી હતી કે, મધ્યપ્રદેશ રાજયના ધાર જિલ્લાના કુક્ષી તાલુકાના કાકડવા ગામના મુકેશ કૈંકુ અલાવા તથા મગરસીંગ ઠાકુરીંગ અજનાર તથા પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જાલમસીંગ અલાવા નાઓ પોતાના કબજાનુ સફેદ કલરનુ એક નંબર વગરનુ બોલેરો પીકઅપ ડાલામાં બેસી દાહોદ તરફથી ગોધરા તરફ આવે છે અને આ ત્રણેય ઇસમો ધાડ,લુંટના ગુનાઓમાં સંડોવાયેલ છે અને તેઓની પાસે હાલમાં શંકાસ્પદ વસ્તુઓ પણ છે તેવી મળેલ બાતમી આધારે જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટ એલ.સી.બી. ગોધરા તથા આઇ.એ.સિસોદીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી, સ્ટાફનીલ ટીમે ગઢ ચુંદડી ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી બાતમી મુજબના ત્રણ ઇસમોને પીકઅપ ડાલા સાથે ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ મામલે જીલ્લા પોલીસવડાની કચેરીએ પ્રેસમીટ રાખીને વિગતો આપવામાં આવી હતી
પકડાયેલા આરોપીનુ નામ
(1) મુકેશભાઇ કેકુભાઇ અલાવા રહે. કાકડવા માલપુરીયા ફળીયું તા.કુક્ષી થાણા ટાંકા જી.વાર રાજય મધ્યપ્રદેશ
(2) મગરસીંગ ઠાકુરસીંગ અજનાર રહે, કાકડવા સીમાલ ફળીયુ થાના, ટાંડા તા.કુક્ષી જી. ધાર રાજય, મધ્યપ્રદેશ
(3) પ્યારસીંગ ઉર્ફે પ્રેમસીંગ જાલમસીંગ અલાવા રહે. કાકડવા માલપુરીયા ફળીયુ થાના, ટાંડા તા.કુક્ષી જી. ધાર રાજય, મધ્યપ્રદેશ