28 C
Ahmedabad
Friday, April 26, 2024

મોડાસામાં રિક્ષા પર સ્ટંટ કે જોખમી સવારી..!!! રિક્ષા પર કેમ લટકીને જાય છે 2 લોકો…?, જુઓ Video


અરવલ્લી જિલ્લામાં થોડા સમય પહેલા બાઈક સ્ટંટની ઘટનાઓ જોવા મળતી હતી, જેને લઇને લોકોમાં રોષ જોવા મળતો હતો, હવે બાઈક કે બુલેટ નહીં, પણ હવે રિક્ષા પર સ્ટંટ જોવા મળી રહ્યા છે. મોડાસા શહેરના માલપુર રોડ વિસ્તારમાં લૂંટની ઘટના પછી હવે રિક્ષા પર લટકીને સ્ટંટ જોવા મળ્યો છે. આ સ્ટંટ છે કે, જોખમી સવારી તે એક સવાલ ઊઠી રહ્યો છે.

Advertisement

જુઓ વીડિયો,રિક્ષા પાછળ લટકીને જતાં વ્યક્તિ…

Advertisement

મોડાસાના માલપુર રોડ વિસ્તારનો શુક્રવાર મોડી રાત્રિનો એક વીડિયો મીડિયા પાસે આવ્યો છે, જેમાં રિક્ષાની પાછળની બાજુએ બે વ્યક્તિઓ લટકેલા જોવા મળી રહ્યા છે. આ લોકો સ્ટંટ કરી રહ્યા છે કે, પછી રિક્ષાની અંદર વધારે લોકો બેઠેલા હશે તે ખ્યાલ નહીં. પરંતુ જો રિક્ષામાં વધારે લોકો બેઠેલા હોય તો આવી રીતે પાછળ લટકીને જોવું તે કેટલે અંશે વ્યાજબી છે, જોખમી સવારી કરવી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું વ્યાજબી છે ખરું…? જો કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો ….?

Advertisement

માલપુર રોડ વિસ્તારમાં મોડી રાત્રીનો એક રિક્ષાનો વીડિયો છે, જેમાં માલપુર રોડથી મોડાસા ચાર રસ્તા વિસ્તારમાં એક રિક્ષા પસાર થઇ રહી છે, જેમાં રિક્ષાની પાછળ બે લોકો લટકેલા જોવા મળી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!