શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા આંતર કોલેજ સ્વિમિંગ સ્પર્ધા દેવગઢ બારીયા મુકામે યોજાઇ હતી. જેમાંથી શેઠ પી.ટી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ,ગોધરાના ખેલાડીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાંથી નીચે મુજબના ખેલાડીઓએ આ સ્પર્ધામાં ખૂબ સારું પ્રદર્શન કરીને પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે.જેમા ભુરીયા યોગેશભાઈ વી, 50મીટર બટર ફ્લાઈ સ્ટાઇલ અને 50મીટર -બ્રેસ્ટ સ્ટ્રોક સ્ટાઈલમાં પ્રથમ,પઠાણ શાહબાજખાન,100 અને 50 મીટર બેક સ્ટ્રોક સ્ટાઇલમાં પ્રથમ,પટેલીયા રોહિતકુમાર 50મીટર ફ્રી સ્ટાઈલમા દ્વિતીય ક્રમ મેળવ્યો છે.
આ ત્રણેય ખેલાડીઓ આવનાર સમયમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્વિમિંગની ટીમ માંથી ઓલ ઈન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સ્વિમિંગ ચેમ્યિયનશિપમાં -2022માં ભાગ લેવા જશે.જેના માટે કોલેજ ના પ્રિન્સિપાલ ડો. એમ.બી. પટેલ તથા કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર હંસાબેન ચૌહાણ તથા કોલેજનો સમગ્ર સ્ટાફ આ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.