37 C
Ahmedabad
Saturday, May 4, 2024

પંચમહાલ: શ્રાવણના છેલ્લા સોમવારે પાલિખંડા ગામે આવેલુ પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરનુ પરિસર બમ બમ ભોલના નાદથી ગુંજી ઉઠ્યુ


શ્રાવણ મહિનાનો છેલ્લા સોમવારે આજે મોટી સંખ્યામાં જીલ્લાભરમા આવેલા શિવાલયોમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ.શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે સવારથીજ ભાવિકો મરડેશ્વર મહાદેવના દર્શને ઉમટ્યા હતા.મદિર પરિસરમાં જાણે કીડીયારુ ઉભરાયુ હોય તેવા દશ્યો સર્જાયા હતા.અહી ભરાતા દર સોમવારના મેળામાં ફરીને પણ આનંદ માણ્યો હતો.

Advertisement

શહેરા તાલુકાના પાલિંખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો.માત્ર પચમહાલ જ નહી પણ અન્ય મહિસાગર,દાહોદ,ખેડા સહીતના જીલ્લાઓમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા,મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાઈનો જોવા મળી હતી,સાથે ભાવિકોએ શિવલીંગ પર દુધ,જળ,બીલીપત્ર સહીત પુષ્પો ચઢાવ્યા હતા.મંદિર પરિસર ઓમ નમઃ શિવાય તેમજ બમ બમ ભોલેના નારા લાગ્યા હતા.અહી શ્રાવણના દર સોમવારે મેળો ભરાતો હોવાથી અહી આસપાસ તેમજ બહારના વેપારીઓ દ્વારા સ્ટોલો,તેમજ દુકાનો ઉભી કરવામા આવી હતી.આસપાસના ગ્રામીણ વિસ્તારમાંથી પણ લોકોએ મેળાનો આનંદ માણવા ઉમટી પડ્યા હતા.અને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.સાથે મંદિર પરિસરમા સ્થાપન કરવામા આવેલા પાર્થેશ્વર ચિંતામણીના પણ દર્શન કર્યા હતા.આ મંદિર હાલોલ-શામળાજી હાઈવે માર્ગને અડીન આવેલુ હોવાથી દિલ્લી-મુબંઈ તરફ જનારાઓ પણ દર્શનનો લ્હાવો લીધો હતો.શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.રોડ પર ગાડીઓની લાઈનો જોવા મળી હતી.કાયદો અને વ્યવસ્થા જાળવા માટે પોલીસનો પણ બંદોબસ્ત જોવા મળ્યો હતો.સાથે મુક્તજીવન ડીઝાસ્ટરની ટીમ દ્વારા પણ મેળામાં સેવા આપવામાં આવી હતી.નોધનીય છેકે મરડેશ્વર મહાદેવનુ મંદિર પૌરાણિક માનવામા આવે છે,આ મંદિર શિવરાત્રીની રાત્રીએ ચોખાના દાણા જેટલુ વધતુ હોવાની પણ એક લોકવાયકા જોડાયેલી છે.આ શિવલીંગ મરડ પથ્થરમાંથી બન્યુ હોવાથી તેનુ નામ મરડેશ્વર પડ્યુ હોવાનુ માનવામા આવે છે.અહી દર્શન કરનારાઓની દરેક ઈ્ચ્છા મરડેશ્વર દાદા પુરી કરે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!