અરવલ્લી જીલ્લામાં ભાર વાહક વાહન ચાલકો ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી બેફામ ગતિએ વાહન હંકારી ગમખ્વાર અકસ્માત સર્જી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી રહ્યા છે મોડાસા-શામળાજી બાયપાસ રોડ પર ટ્રક-બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવાર યુવક પર ટ્રકના ટાયર ફરી વળતા સ્થળ પર કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું અકસ્માતના પગલે લોકોના ટોળા ઉમટ્યા હતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી યુવકનું મોત નીપજ્યું હોવાથી પોલીસને જાણ કરી હતી પોલીસે સ્થળ પર પહોચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી મૃતક યુવકની ઓળખ હાથધરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા- શામળાજી બાયપાસ રોડ પર પૂરપાટ ઝડપે બેફામ ગતિએ ટ્રક ચાલકે ટ્રક હંકારી બાઇકને ધડકાભેર ટક્કર મારતા બાઇક સવાર યુવકમાંથી એક યુવક રોડ પર પટકાતા ટ્રકના ટાયર યુવકના શરીર પર ફરી વળતા યુવકના પેટના ભાગના ફુરચેફૂરચા નીકળી જતા સ્થળ પર મોત નીપજ્યું હતું અકસ્માતમાં યુવકનું મોત નીપજતા બાઇક પર સવાર અન્ય સાથી મિત્ર ડરનો માર્યો ગાયબ થઈ ગયો હતો અકસ્માતના પગલે દોડી આવેલ લોકોએ 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી હતી યુવકનું મોત નિપજતા 108 ઈમર્જન્સીના કર્મીએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી