29 C
Ahmedabad
Saturday, April 27, 2024

છોટાઉદેપુર: ધંધોડા નજીક વળાંકમાં ટ્રેક્ટર પલટી, 20 લોકો ઈજાગ્રસ્ત


અમિત શાહ, છોટાઉદેપુર
છોટાઉદેપુરમાં અકસ્માતની ઘટના સર્જાઈ છે, જેમાં 20 લોકોને ઇજાઓ પહોંચી હોવાની માહિતી છે. ઘટના ધંધોડા નજીક વહેલી સવારે બની હતી, જ્યાં નેશનલ હાઈવે પરથી ટ્રેક્ટર પસાર થઇ રહ્યું હતું, જેના ચાલકે વળાંકમાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રેક્ટર પલટી મારી હતી. ટ્રેક્ટર પલટી થતાં 20 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ટ્રેક્ટરમાં 40 જેટલા લોકો સવાર હોવાની વિગતો મળી છે.

Advertisement

છોટાઉદેપુરમાં નેશનલ હાઈવે પર આવેલા ધંધોડા નવી વસાહત પાટિયા નજીક ટ્રેક્ટર પસાર થઇ રહ્યું હતું ત્યારે ટ્રેક્ટર પલટી જવાની ઘટના સર્જાઈ હતી, અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકો પાવી જેતપુરમાં ઝરી ગામના લોકો મધ્યપ્રદેશથી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત તમામ લોકોને 108 મારફતે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!